વાહનોની એન્ટ્રી બંધ:જૂનાગઢમાં 4 દિવસ, 4 ચોરસ કિમી, 6 સ્થળેથી નો એન્ટ્રી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દિવાળીના તહેવારો દરમિયાન મહાલક્ષ્મી મંદિરે જવા દર્શનાર્થીઓની સૌથી વધુ ભીડ રહેતી હોય છે. આથી મંદિર તરફ જતા તમામ માર્ગો પર નિયત કરેલા સમયે વાહનો માટે પ્રવેશ બંધી રાખવામાં આવશે. - Divya Bhaskar
દિવાળીના તહેવારો દરમિયાન મહાલક્ષ્મી મંદિરે જવા દર્શનાર્થીઓની સૌથી વધુ ભીડ રહેતી હોય છે. આથી મંદિર તરફ જતા તમામ માર્ગો પર નિયત કરેલા સમયે વાહનો માટે પ્રવેશ બંધી રાખવામાં આવશે.

આવતીકાલે ધનતેરસથી દિવાળીનાં પર્વો દરમ્યાન આખું જૂનાગઢ મહાલક્ષ્મી માતાજીનાં મંદિરે દર્શન માટે ઉમટી પડનાર છે. તો છેલ્લી ઘડીની ખરીદી માટે બજારોમાં પણ ભારે ભેડ રહેવાની છે. બીજી તરફ આ મંદિર તરફ જતા તમામ રસ્તા સાંકડા છે.

આથી ખરીદીની ભીડ અને દર્શનાર્થીઓની ભીડ બંનને લીધે રસ્તા બ્લોક ન થઇ જાય એ માટે આઝાદ ચોકથી પંચહાટડી, માંગનાથની કમાનથી પંચહાટડી ચોક, જનતા ચોકથી માલીવાડા તરફ આવવાનો રસ્તો, સર્કલ ચોકથી દાણાપીઠમાં જવાના બંને રસ્તા, ઢાલરોડથી મહાલક્ષ્મી મંદિર તરફ જતા રસ્તાઓ પર બેરીકેટ મૂકી નિયત સમય પૂરતા વાહનોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવનાર છે. જોકે, ભીડ અથવા લોકોની અવરજવર ઓછી હોય એવા સમયે કદાચ આ બેરીકેટ ખોલી પણ નાંખવામાં આવતી હોય છે. આથી આ વિસ્તારમાં જવું હોય તો વાહનો બીજે પાર્ક કર્યા વિના નહી જઇ શકાય.

અન્ય સમાચારો પણ છે...