શિબીર:13 બાળકો સાથે 4 દિકરીઓ પણ મુંડન કરાવી શિબીરમાં જોડાઇ

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લા બૌદ્ધ ઉપાસિકા સંગ દ્વારા શ્રામણેર શિબીર
  • શિક્ષા બાદ શ્રામણેર બાળકોને બુદ્ધ ગુફાની મુલાકાત કરાવાઇ

જૂનાગઢ જિલ્લા બૌદ્ધ ઉપાસિકા સંઘના ઉપાસિકાઓ દ્વારા શ્રામણેર શિબીરનું આયોજન કરાયું હતું જેમાં 17 બાળકો જોડાયા હતા. આ અંગે વિનયભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, બૌદ્ધ ભંતે પ્રજ્ઞારત્ન થેરોના 11માં વર્ષાવાસન ઉપક્રમે બૌદ્ધ સમાજના બાળકો માટે એક દિવસીય શ્રામણેર શિબીર યોજાઇ હતી. આ શિબીરમાં ભંતે પ્રજ્ઞારત્ન થેરોએ શિલ ગ્રહણ કરાવી તથાગત બુદ્ધના સમયની પ્રાચિન શિક્ષા આપી હતી. આ શિબીરમાં 4 દિકરીઓ સહિત કુલ 17 બાળકો જોડાયા હતા. શિબીરમાં જોડાનારે મુંડન કરાવવાનું હોય છે ત્યારે 13 બાળકો સાથે 4 દિકરીઓએ પણ મુંડન કરાવ્યું હતું.

4 દિકરીઓ શ્રામણેર બની હોય તેવી કદાચ ગુજરાતની આ પ્રથમ ઘટના હશે. શિક્ષા બાદ તમામ બાળકોને બૌદ્ધ ગુફાની મુલાકાત કરાવાઇ હતી. કાર્યક્રમને સફળ બનાવવા મધુબેન બૌદ્ધ, દક્ષાબેન રેણુકા, દક્ષાબેન ચાવડા, સુજાતા કાબા, અંજનાબેન પરમાર, જોષનાબેન પરમાર, હંસાબેન ચૌહાણ, લલીતાબેન કાથડ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...