તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ભાજપની સ્લીપ આપવા જનાર પર મહિલા સહિત 4નો હુમલો, 2 ઝબ્બે

જૂનાગઢ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ નંબર 15માં કોંગી ઉમેદવારનાં પુત્રએ પોલીસને પણ માર માર્યો

જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 15ની ચૂંટણીમાં વધુ એક બબાલ થઇ છે. ભાજપની સ્લીપ આપવા જતા કાર્યકરો પર હુમલો કરાયો હતો. આ હુમલામાં પોલીસ મેનને પણ ઇજા પહોંચી હતી. આ મામલે મહિલા સહિત 4 સામે એ ડિવીઝનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કોંગ્રેસી ઉમેદવારના 2 પુત્રોની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ વોર્ડ નંબર 15ની પેટા ચૂંટણીમાં વધુ એક વખત બબાલ થઇ છે.

અગાઉ કોંગ્રેસના કાર્યકરો પર હુમલો થયો હતો. દરમિયાન બુધવારે ભાજપાની સ્લીપ આપવા કેટલાક કાર્યકરો વોર્ડ નંબર 15માં ગયા હતા. ત્યારે અમારા વિસ્તારમાં કેમ આવ્યા છો? તેમ કહી મહિલા સહિત 4 લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસ મેનને પણ ઇજા પહોંચી હતી.

દરમિયાન વિર મેઘમાયા નગરમાં રહેતા સંજયભાઇ સુરેશભાઇ ઉર્ફે દુલાભાઇ સોલંકીએ એ ડિવીઝનમાં આરોપી ધર્મેશ ઉર્ફે ધમો લાખાભાઇ પરમાર, રણજીત ઉર્ફે રાવણ લાખાભાઇ પરમાર, રણજીતનો દીકરો મલ્લો અને ધર્મેશ પરમારની બહેન સહિત 4 સામે ફરિયાદ નોંધાવી છે. દરમિયાન પોલીસે ધર્મેશ ઉર્ફે ધમો લાખાભાઇ પરમાર અને તેના ભાઇ રણજીત ઉર્ફે રાવણ લાખાભાઇ પરમારની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.

ભાજપના ઇશારે કાર્યવાહી
વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઇ પરમાર અને તેના બન્ને પુત્રોને ખોટી ફરિયાદો કરી હેરાન પરેશાન કરવામાં આવે છે. આમ ભાજપના ઇશારે ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. > લાખાભાઇ પરમાર, વોર્ડ નંબર 15ના કોંગ્રેસી ઉમેદવાર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો