તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની બેફામ રફતાર જારી:સોરઠમાં 399 પોઝિટીવ, કોરોનાથી 9 દર્દીના મોત

જૂનાગઢ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • સોમવારે જૂનાગઢ જિલ્લામાં 280, ગિર સોમનાથ જિલ્લામાં વધુ 119 કોરોનાગ્રસ્ત બન્યા
 • જૂનાગઢ જિલ્લામાં 255 અને ગિર સોમનાથમાં 116 મળી કુલ 371 દર્દીએ કોરોનાને માત આપતા ડિસ્ચાર્જ કરાયા

સોરઠમાં કોરોનાની બેફામ રફતાર જારી રહી છે. સોમવારે સોરઠમાં વધુ 399ને કોરોના પોઝિટીવ આવ્યો છે. જ્યારે 9ના કોરોનાથી મોત થયા છે. દરમિયાન 371 દર્દી સાજા થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ કોરોના સંક્રમણને અટકાવવા માટે રસીકરણની કામગીરી બન્ને જિલ્લામાં હાથ ધરાઇ રહી છે અને વધુને વધુ લોકો રસીકરણ કરે તે માટે તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન સોમવારે આવેલા કોરોના પોઝિટીવ કેસમાં જૂનાગઢ જિલ્લામાં 280ને કોરોના આવ્યો છે.

આમાંથી 148 કેસ માત્ર જૂનાગઢ સિટીના છે. જ્યારે જૂનાગઢ તાલુકાના 11, કેશોદ તાલુકાના 14, ભેંસાણ તાલુકાના 7, માળીયા હાટીના તાલુકાના 21, માણાવદર તાલુકાના 14, મેંદરડા તાલુકાના 8, માંગરોળ તાલુકાના 31, વંથલી તાલુકાના 10 અને વિસાવદર તાલુકાના 16 કેસનો સમાવેશ થાય છે. જ્યારે જૂનાગઢ સિટીમાં 4, જૂનાગઢ તાલુકામાં 1, માણાવદર તાલુકામાં 1, મેંદરડા તાલુકામાં 1, વંથલી તાલુકામાં 1 અને વિસાવદર તાલુકામાં 1 મળી સોમવારે જૂનાગઢ જિલ્લામાં કુલ 9ના કોરોનાથી મોત થયા છે.

સોમવારે 255 દર્દીએ કોરોનાને માત આપી હોય તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ગિરસોમનાથ જિલ્લામાં 119ને કોરોના પોઝિટીવ આવ્યો છે. આમાં વેરાવળ તાલુકામાં 27, સુત્રાપાડા તાલુકામાં 15, કોડીનાર તાલુકામાં 18, ઉના તાલુકામાં 26, ગિરગઢડા તાલુકામાં 11 અને તાલાલા તાલુકામાં 22 દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે 116 દર્દીએ કોરોના મુક્ત બન્યા હોય તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. દરમિયાન સોમવારે એકપણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. હાલ કોરોના સંક્રમણને ચેઇનને અટકાવવા માટે તંત્ર દ્વારા વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.

વેક્સિનેશન એજ હાલ ઉપાય
કોરોના સામે જંગ જીતવા કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે વેક્સિનેશન પણ એટલું જ જરૂરી છે. ત્યારે કોરોના સંક્રમણથી પોતાની જાતને તેમજ પરિવારને બચાવવા માટે વેક્સિનેશન કરાવવું મહત્વનું છે.

જૂનાગઢ જિલ્લામાં રસીકરણ : જૂનાગઢ સિટીમાં સોમવારે 1,130 ને તેમજ ગ્રામ્યમાં 803ને મળી એક જ દિવસમાં કુલ 1,933ને વેક્સિનેશન કરાયું છે. જ્યારે અત્યાર સુધીમાં જૂનાગઢ સિટીમાં 70,024 ને તેમજ ગ્રામ્યમાં 1,95,537ને મળી કુલ 2,65,561 લોકોને કોરોના વેક્સિનેશનથી રક્ષિત કરાયા છે.

ગિર સોમનાથમાં રસીકરણ : ગિર સોમનાથ જિલ્લામાં પણ રસીકરણની કામગીરી વેગવંતી બનાવાઇ છે. સોમવારે 1,152 લોકોને પ્રથમ ડોઝ અને 1,058 લોકોને કોરોના વેક્સિનેશનનો બીજો ડોઝ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો