તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કોવિડ કેર સેન્ટરમાં 398 દર્દી દાખલ, 396 ડિસ્ચાર્જ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં કોરોના મહામારીના સમયે કડવા પટેલ ડોકટર એસોસિએશન અને પરબત લક્ષ્મણ પટેલ સમાજ દ્વારા કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યું હતું. દોઢ મહિનો ચાલેલા આ કોવિડ કેર સેન્ટરે અનેક દર્દીઓને નવજીવન આપ્યું છે. આ અંગે મુકુંદભાઇ હિરપરાએ જણાવ્યું હતું કે,14 એપ્રિલથી લઇને 31 મે સુધી કોવિડ કેર સેન્ટર ચલાવાયું હતું. દરમિયાન 456 ઓપીડી કરવામાં આવી હતી.

398 દર્દી દાખલ થયા હતા જેમાંથી 396 ડિસ્ચાર્જ થયા હતા જ્યારે 2 દર્દીના મોત થયા હતા. જરૂરિયાતમંદ 118 દર્દીઓને ઇંજેકશન, ગ્લુકોઝના બાટલા, યુરિન અને બ્લડ રિપોર્ટ તેમજ સિટી સ્કેન કરાવી આપ્યા હતા. 65 દર્દીઓને ઓક્સિજનની સારવાર આપી હતી. દર્દીની સાથે આવેલા ભાઇઓ માટે ભોજન પ્રસાદ વ્યવસ્થા કરાઇ હતી જેનો 7,750 લોકોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...