તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માહિતી વિભાગની પરીક્ષા:પ્રથમ સેશનમાં 39.73 ટકા, બીજા સેશનમાં 49.41 ટકા ગેરહાજર

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માહિતી વિભાગની વર્ગ 1, 2 અને 3ની પરીક્ષા યોજાઇ
  • 2021ની ચૂંટણી, અમદાવાદના સ્ટેડિયમના ઉદ્ધાટનના સવાલો પૂછાયા

રાજ્ય સરકાર દ્વારા માહિતી વિભાગની વર્ગ 1, 2 અને 3ના કર્મી, અધિકારીઓની ભરતી માટેની પરીક્ષા યોજાઇ હતી. ભેંસાણ રોડ સ્થિત નોબલ કોલેજ ખાતે યોજાયેલ આ પરીક્ષામાં સવારના પ્રથમ સેશનમાં વર્ગ 1 અને 2માં કુલ 73 છાત્રોમાંથી 44 હાજર રહ્યા હતા જ્યારે 29 ગેરહાજર રહ્યા હતા. આમ, સવારના સેશનની વર્ગ 1 અને 2 ની પરીક્ષામાં 60.27 ટકા ઉમેદવારો હાજર રહ્યા હતા અને 39.72 ટકા ગેરહાજર રહ્યા હતા. જ્યારે બપોર બાદ વર્ગ 3ની પરીક્ષા યોજાઇ હતી.

આ પરીક્ષામાં કુલ 255માંથી 129 ઉમેદવારો હાજર રહ્યા હતા જ્યારે 126 ગેરહાજર રહ્યા હતા. આમ, 50.59 ટકા ઉમેદવારોની હાજરી અને 49.41 ટકા ઉમેદવારોની ગેરહાજરી જોવા મળી હતી. દરમિયાન પરીક્ષામાં કરન્ટ ઇશ્યુના પ્રશ્નોનો સમાવેશ કરાયો હતો. ખાસ કરીને 2021માં યોજાયેલ ચૂંટણી, અમદાવાદના મોટેરામાં બનેલ ક્રિકેટ સ્ડેડિયમનું ઉદ્ધાટન કોણે કર્યું હતુંં જેવા સવાલોને આવરી લેવાયા હતા. આ ઉપરાંત હ્યુમીનીટી (માનવતા ભર્યું વર્તન)ને લઇને પણ અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...