તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:સોરઠમાં 395 પોઝિટીવ, 12ના કોરોનાથી મોત

જૂનાગઢ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કોરોના સંક્રમણની સ્પિડ વધી રહી છે, જૂનાગઢ જિલ્લામાં 292 અને ગિર સોમનાથમાં 102 લોકો કોરોના પોઝિટીવ
 • કોરોનાના કેસની સામે રિકવરી રેટ 64.56 ટકા, જૂનાગઢ જિલ્લામાં 140, ગિર સોમનાથમાં 115 દર્દીએ કોરોનાને માત આપી

સોરઠમાં કોરોના મહામારીએ હવે સ્પિડ પકડી હોય તેમ કોરોના પોઝિટીવ દર્દીની સંખ્યા તેમજ મોતની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. સોરઠમાં રવિવારે કુલ 395 કોરોના પોઝિટીવ થયા છે અને 12 ના કોરોનાથી મોત થયા છે. જ્યારે 255 દર્દીઓએ કોરોનાને માત આપી હોય તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ, સોરઠમાં કોરોના રિકવરી રેટ 64.56 ટકા જેવો હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં રવિવારે 293ને કોરોના પોઝિટીવ આવ્યો છે. આમાંથી 146 કેસ માત્ર જૂનાગઢ સિટીના છે.

જ્યારે જૂનાગઢ તાલુકાના 14, કેશોદ તાલુકાના 20, ભેંસાણ તાલુકાના 16, માળીયા હાટીના તાલુકાના 28, માણાવદર તાલુકાના 11, મેંદરડા તાલુકાના 10, માંગરોળ તાલુકાના 14, વંથલી તાલુકાના 12 અને વિસાવદર તાલુકાના 16 કેસનો સમાવેશ થાય છે. જ્યારે કુલ 9 ના કોરોનાથી મોત થયા છે જેમાં જૂનાગઢ સિટીમાં 3, જૂનાગઢ તાલુકામાં 1, કેશોદ તાલુકામાં 1, ભેંસાણ તાલુકામાં 1, માંગરોળ તાલુકામાં 1 અને વંથલી તાલુકામાં 2 દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે 140 દર્દીએ કોરોનાને માત આપી હોય તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગિર સોમનાથ જિલ્લામાં રવિવારે વધુ 102ને કોરોના પોઝિટીવ આવ્યો છે. આમાં વેરાવળ તાલુકાના 23, સુત્રાપાડા તાલુકાના 11, કોડીનાર તાલુકાના 20, ઉના તાલુકાના 23, ગિરગઢડા તાલુકાના 12 અને તાલાલા તાલુકાના 13 કેસનો સમાવેશ થાય છે. જ્યારે 3 દર્દીના કોરોનાથી મોત થયા છે અને 115 દર્દીએ કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા છે.

રસીકરણની કામગીરી જૂનાગઢ- ગીર-સોમનાથ જિલ્લામાં
જૂનાગઢ જિલ્લામાં રસીકરણની કામગીરી કરાઇ રહી છે. રવિવારે જૂનાગઢ શહેરમાં 762ને તેમજ ગ્રામ્યમાં 306ને મળી એક જ દિવસમાં કુલ 1,068 લોકોને કોરોના રસીથી રક્ષિત કરાયા છે. જ્યારે અત્યાર સુધીમાં જૂનાગઢ શહેરમાં 68,894 અને ગ્રામ્યમાં 1,94,734 મળી કુલ 2,63,628ને કોરોના વેક્સિનેશન કરાયું છે. જૂનાગઢ જિલ્લામાં 292 સ્થળે કન્ટેઇનમેન્ટ ઝોન બનાવાયા છે જેમાં 253 ઘરના 2,021 લોકોનો સમાવેશ થાય છે. દરમિયાન ગિર સોમનાથ જિલ્લામાં પણ કોરોના રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. રવિવારે 351 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ તેમજ 342 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

સોરઠમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે
હાલ સોરઠમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના કેસની સાથે મોતની સંખ્યા પણી વધી રહી છે. ત્યારે કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવું અત્યંત જરૂરી છે જેથી પોતાની જાતને તેમજ પોતાના પરિવારને કોરોના સંક્રમણથી બચાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો