તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:જૂનાગઢ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ વેક્સિનેશન કેમ્પમાં 385 લોકોને રસી અપાઈ

જૂનાગઢ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મંદિરના 6 સંતોએ પણ કોરોના પ્રતિરોધક રસી મુકાવી
 • લોકોને રસી લેવા માટે કોઠારી સ્વામીએ અપીલ કરી

જૂનાગઢ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 45 થી વધુ વર્ષના લોકો માટે કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં 6 સંતો સાથે કુલ 385 લોકોએ કોરોના રસી લીધી હતી.

આરોગ્ય વિભાગ અને હરિભક્તોના પ્રયાસોથી આયોજિત આ કેમ્પને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. રસી લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા BAPS મંદિરના સંતો સર્વ શ્રી હરિ જીવન સ્વામી, કલ્યાણ મૂર્તિ સ્વામી,સર્વજ્ઞ સ્વામી,ગુરૂપ્રેમ સ્વામી અને યોગીચરીત સ્વામી રસી લઇ કોરોના થી સુરક્ષિત થયા હતા.

વૈશ્વિક મહામારી કોરોનામાં આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવી ને કોઠારી સ્વામી સાધુ ધર્મપ્રેમદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, સરકાર અને આરોગ્ય વિભાગના રસીકરણના અભિયાનના લોકો સહયોગી બને તે આજના સમયની જરૂરિયાત છે. જૂનાગઢ શહેરમાં વિવિધ સંસ્થાઓ કોર્પોરેશન દ્વારા આયોજિત રસીકરણ માટે સ્વયં લોકો આગળ આવે તે જરૂરી છે. BAPS મંદિર ખાતે વેક્સિનેશન કેમ્પમાં હેલ્થ ઓફિસર ડો. રવી ડેડાણીયા અને આરોગ્ય કર્મીઓ દ્વારા રસીકરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો