તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં યોજાનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં 8 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાનું શરૂ કરાયું છે. દરમિયાન ફોર્મ ભરવાના ત્રીજા દિવસે 10 ફેબ્રુઆરીએ જૂનાગઢ જિલ્લામાં 30 અને ગિર સોમનાથ જિલ્લામાં 8 મળી કુલ 38 ફોર્મ ભરાયા છે. આ ફોર્મમાં જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠક પર 10 ફેબ્રુઆરીએ 2 ફોર્મ ભરાયા હતા. જ્યારે કેશોદ નગરપાલિકાના 9 વોર્ડ માંથી 10 ફેબ્રુઆરીએ વોર્ડ નંબર 1, 2 અને 8માં 1 -1 તેમજ વોર્ડ નંબર 9માં 2 મળી કુલ 5 ફોર્મ ભરાયા હતા.
જ્યારે તાલુકા પંચાયતની 158 બેઠકો માટે ભેંસાણમાં 2, જૂનાગઢમાં 1, કેશોદમાં 8, માણાવદરમાં 9, મેંદરડામાં 1 અને વિસાવદરમાં 2 મળી કુલ 23 ફોર્મ ભરાયા હતા. આમ, જૂનાગઢ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના મળી કુલ 30 ફોર્મ ભરાયા હતા. જ્યારે માણાવદરમાં યાદી જાહેર થાય તે પહેલા કોંગ્રેસમાંથી 8 લોકોએ ફોર્મ ભર્યા હતા. દરમિયાન ગિર સોમનાથમાં 10 ફેબ્રુઆરીએ જિલ્લા પંચાયતમાં એકપણ ફોર્મ ભરાયું ન હતું.
જ્યારે તાલુકા પંચાયતમાં ઉનામાં 3 અને ગિર ગઢડામાં 1 મળી કુલ 4 ફોર્મ ભરાયા હતા. જ્યારે નગરપાલિકામાં વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકામાં 2 અને તાલાલા નગરપાલિકામાં 2 મળી કુલ 4 ફોર્મ ભરાયા હતા. આમ, તાલુકા અને જિલ્લા પંચાયતમાં 4-4 મળી કુલ 8 ફોર્મ ભરાયા હતા. ત્યારે જૂનાગઢ જિલ્લાના 30 અને ગિર સોમનાથના 8 મળી 10 ફેબ્રુઆરીએ સોરઠમાં 38 ફોર્મ ભરાયા હતા.
આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી
આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. આમ, આદમીના 8 ઉમેદવારો છે જેમાં 23 મેસવાણ જિલ્લા પંચાયતની બેઠક પર નામેરીભાઇ ભોજભાઇ બાબરીયા, કેશોદ તાલુકા પંચાયતમાં મહેન્દ્રભાઇ બાબુલાલ જોષી(સોંદરડા), મનુભાઇ મુળુભાઇ મક્કા(રંગપુર), દિવાળીબેન લખમણભાઇ ગજેરા(ખમીદાણા), રાહુલ નાથાભાઇ ભેડા( બાલાગામ), શાંતાબેન કરશનભાઇ પરમાર(ખીરસરા), પરેશભાઇ ચંદુભાઇ કાસુંદ્રા (મેસવાણ), રામજીભાઇ અરજણભાઇ ચુડાસમા( પાણખાણ) અને શારદાબેન પાંચાભાઇ મકવાણા( અગતરાય) નો સમાવેશ થાય છે.
માણાવદરમાં 8 કોંગ્રેસ, 1 અપક્ષનું ફોર્મ ભરાયું
માણાવદર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જેમાં 8 કોંગ્રેસના અને 1 અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. કોંગ્રેસના 8 ઉમેદવારોમાં લીંબુડા સીટ પરથી રાણીબેન નગાભાઇ લુવા, પીપલાણા સીટ પરથી ધાનીબેન હરસુરભાઇ ભાસળીયા અને લાખીબેન પાલાભાઇ ભાસરીયા, સમેગા સીટ પરથી દેવશીભાઇ કાનાભાઇ પરમાર અને નાથાભાઇ ગેલાભાઇ પરમાર, સરદારગઢ સીટ પરથી જયકુમાર મનસુખભાઇ ચનિયારા, સણોસરા સીટ પરથી હંસાબેન દિનેશભાઇ દેત્રોજા, પ્રકાશભાઇ અંબાવીભાઇ કોરડીયા અને અપક્ષમાંથી મનસુખભાઇ નાનજીભાઇ ત્રાંબડીયાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
કેવી રીતે વેબસાઇટમાં રજીસ્ટર થઇ શકાય ?
1. સૌપ્રથમ https://nvsp.in વેબસાઇટમાં રજીસ્ટર થવું.
2. ઇ મેનુમાંથી ડાઉનલોડ e-EPIC પર ક્લિક કરો.
3. આપનો EPIC નંબર દાખલ કરો.
4. જો EPIC નંબર ખબર ન હોય તો https://nvsp.in વેબસાઇટ પર સર્ચ પણ કરી શકાય છે. અથવા ફોર્મ નં. 6 ના રેફરન્સ નંબર દાખલ કરી શકાય.
7. આપના મોબાઇલ નંબર પર ઓટીપી આવશે.
8. ઓટીપી વેરિફાય કરો. જો મોબાઇલ નંબર નોંધાયેલ ન હોય તો ઉપર મુજબ ઇ-કેવાયસી કરીને અપડેટ કરો.
9. હવે ઇ ડાઉનલોડમાં e-EPIC પર ક્લિક કરો. આથી તમારું મતદાર ઓળખપત્ર પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ થઇ જશે.
સ્થાનિક લેવલે યાદી તૈયાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભાજપ, કોંગ્રેસે સ્થાનિક લેવલે યાદી તૈયાર કરી દીધી છે જેની જાહેરાત કરવામાં આવશે. હવે ગુરૂ, શુક્ર અને શનિ એમ 3 દિવસ ફોર્મ ભરવાના બાકી રહ્યા છે. ત્યારે છેલ્લા 2 દિવસ ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ધસારો રહેશે.
મતદારો ડિજીટલ ઓળખકાર્ડ ડાઉનલોડ કરી શકશે
મતદારો હવેથી પોતાનું મતદાર કાર્ડ વોટર હેલ્થલાઇન એપ અથવા https://nvsp.in પરથી ડાઉનલોડ કરી શકશે. તા. 9 નવે. 2020 થી તા. 15 ડિસે. 2020 સુધીમાં ફોર્મ-6 ભર્યું છે તેઓ માટે આ સુવિધા હાલ ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ કરવા જૂનાગઢના મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી અંકિત પન્નુએ જણાવ્યું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.