તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:જૂનાગઢ જિલ્લાના 3.75 લાખ પશુને ઇયર ટેગ લગાવી ઓળખ અપાશે

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટેગીંગની કામગીરીમાં 9 ટીમમાં 167 કર્મચારીઓ જોડાશે

જૂનાગઢ જિલ્લાના9 તાલુકાનાં કુલ 3.75 લાખ ગાય-ભેંસ વર્ગના તમામ પશુઓને ઇયર ટેગ(કાનની કડી) લગાવી ઓળખ અપાશે. પશુ સહાય, સરકારી સહાય, પશુઓની બેન્ક લોન સહિતની સરકારી યોજનાઓનો લાભ મેળવવા ઇયર ટેગીંગ આવશ્યક છે. જિલ્લાના તમામ પશુપાલકોને ટેગીંગ કામગીરીમાં જોડાવા નાયબ પશુપાલન નિયામક ડો. દિલિપ પાનેરાએ જણાવ્યું હતું.

જિલ્લામાં ટેગીંગની કામગીરી માટે 9 ટીમો બનાવાઇ છે. જેમાં જિલ્લા પંચાયત પશુપાલનના વિભાગના 96, માહી ડેરીની 46 , સોરઠ ડેરીની 18 , સીબીએફની 03 અને 10 ગામ દિઠ એક મોબાઇલ પશુ દવાખાનાના 04 એમ કૂલ 167 કર્મચારીઓ દ્વારા ઇયર ટેગીંગની કામગીરી કરાઇ છે. 20મી પશુધન વસ્તી ગણતરી-2017 મુજબ જૂનાગઢ જિલ્લામાં ગાય 1,65,013 તથા ભેંસ 2,10,500 સહિત કુલ 3,75,513 પશુઓ છે.

પશુઓમાં આવતા ખરવા-મોવાસા અને બ્રસેલ્લોસીસ જેવા ઘાતક રોગ, 2025 સુધીમાં નિયંત્રીત કરવા સાથે નેશનલ એનિમલ ડિસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ અમલમાં મુકવામાં આવ્યો છે. આ માટે પશુઓને ઇયર ટેગ દ્વારા બારકોડેડ યુનિક આઇડેન્ટી ફિકેશન નંબર(યુઆઇડી) આપવામાં આવે છે. જે વિના મુલ્યે અપાશે. આ કામગીરી 31 ડિસેમ્બર 2020 સુધીમાં પુર્ણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો