જૂનાગઢ-સાસણ રોડ પર માલણકા ખાતે આવેલા વિશાલ ગ્રીન વુડ રીસોર્ટમાં પ્રદેશ ભાજપ દ્વારા પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે. આગામી 2024 ની લોકસભા ચૂંટણીને લઇને ચાલી રહેલા વર્ગમાં મિડીયા પ્રબંધન વિશેની અનેક માહિતી નેતાઓએ આપી હતી. આ વર્ગમાં સોશ્યલમીડીયાની વાત કરતા હેમંત ગૌસ્વામીએ જણાવેલ કે, સોશ્યલ મીડીયાની વાત કરીએ ત્યારે એમ લાગે છે કે, આપણે બધું જાણીએ છીએ બધાને એવું લાગે છે કે, અમો બધી આવડત ધરાવીએ છીએ, પરંતુ સોશ્યલ મીડીયાનું પ્લેટફોર્મ એવું મોટું છેકે, આપણે ઘણી બાબતોથી અજાણ રહીએ છીએ.
વિજળી 100 વર્ષ પહેલાં આવી. આજે દરેકની જરૂરીયાત બની ગઇ છે. તેવી જ રીતે ઇન્ટરનેટ 30 વર્ષ અને બીજી બધી સોશ્યલ સાઇટો સમયાંતરે આવી છે. ત્યારે આવનારી પેઢીએ આ બધા સાથે જીવવાનું છે.મીડીયા વિશે વાત કરતા યમલ વ્યાસે જણાવેલ કે, મીડીયા પ્રબંધક વિષય સાથે 31 વર્ષથી જોડાયેલો છું. બધા કહે છે કે, પ્રિન્ટ મીડીયા ખલાસ થયું છે. પરંતુ આપણે એવું નથી કહેતા આજની તારીખે 17,000 નોંધાયેલા દૈનિક ન્યૂઝપેપર ઉપબ્ધ છે. 37 કરોડ નકલો રોજ છપાય છે. 20 કરોડ હીન્દી તો 4 કરોડ અન્ય ભાષાની આવૃતી છપાય છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મીડીયામાં યજ્ઞેશભાઇ દવે અને તેમની પૂરી ટીમ ખંત અને ઉત્સાહપૂર્વક આજે મીડીયાની કામગીરી સંભાળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.