મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ:નવા મતદાર બનવા 3,602 યુવાનોની અરજી આવી

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 11,178 અરજીઓ સ્વિકારવામાં આવી

જૂનાગઢ જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2022 હાથ ધરાઇ રહ્યો છે. દરમિયાન કુલ 11,178 અરજી આવી છે. જેમાંથી નવા મતદાર બનવા માટેની અરજીઓનો આંક 3,602 છે. એટલે કે, 18 થી 19 વર્ષના 3,602 યુવાઓએ નવા મતદાર બનવા અરજી કરી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા 2022 કાર્યક્રમ હાથ ધરાઇ રહ્યો છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ 4 દિવસ કામગીરી હાથ ધરાશે જેમાં પ્રથમ દિવસ એટલે કે 14 નવેમ્બર રવિવારે નામ ઉમેરવા, કમી કરવા, સુધારો કરવા તેમજ બુથ ફેરફાર કરવા સહિતની કુલ 11,178 અરજીઓનો સ્વિકાર કરવામાં આવ્યો છે.

આમાંથી નવા મતદાર બનવા 18 થી19 વર્ષની વયના યુવાનોની અરજીની સંખ્યા 3,602 છે. 3 રવિવાર અને 1 શનિવાર પૈકી હજુ 21 નવેમ્બર, 27 નવેમ્બર અને 28 નવેમ્બરના દિવસ દરમિયાન તેમજ 30 નવેમ્બર સુધી મામલતદાર કચેરી ખાતે ચૂંટણી શાખામાં અરજી સ્વિકારવામાં આવશે. આ ઉપરાંત યુવાનો જાતે ઘરબેઠા પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકે છે. આ માટે વોટર હેલ્પલાઇન એપ્લીકેશન, ડબલ્યુડબલ્યુડબલ્યુ.એનવીએસપી.ઇન અને ડબલ્યુડબલ્યુડબલ્યુ.વોટરપોર્ટલ.ઇસીઆઇ.ગોવ.ઇનના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...