આંબા મનોરથના દર્શન:વેરાવળના જલારામ મંદિરે જલારામ બાપાના ચરણોમાં 350 કિલો ધરવવામાં આવી, આવતીકાલે ભક્તોને પ્રસાદીરૂપે અપાશે

ગીર સોમનાથ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 350 કિલો કેરીના અદભુત શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

વેરાવળમાં આવેલ જલારામ મંદિરે પુ.જલારામ બાપાને 350 કીલો કેસર કેરીનો આંબા મનોરથ કરવામાં આવેલ હતો. આ મનોરથના દર્શન કરી ભક્તો ભાવવિભોર બની ગયા હતા. આ તકે રાત્રીના ધાર્મીક કાર્યક્રમો પણ મંદિર ખાતે યોજાયેલ જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

મંદિર પરિસરમાં કેરીથી અદભુત શણગાર કરાયો
ભીમ અગિયારસ પર્વે કેરીઓ મંદિર-હવેલીમાં ધરવા તથા એકબીજા સંબંધીઓને આપવાનું માહાત્મ્ય લોકોમાં વર્ષોથી છે. જેને લઈ વેરાવળમાં મોટી શાકમાર્કેટમાં આવેલ જલારામ મંદિરએ પણ ભીમ અગિયારસની પૂર્વ સંઘ્યાએ ગુરૂવાર હોવાથી આંબા મનોરથનું આયોજન કરાયેલ હતુ. જેમાં મંદિરે સવારે પૂ.જલારામ બાપાના ચરણોમાં 350 કિલો વિશ્વમાં પ્રખ્યાત ગીરની કેસર કેરી આંબા મનોરથ કરવામાં આવેલ હતો. ત્યારબાદ મનોરથમાં ધરાયેલ 350 કીલો કેરીઓ બાપાના ચરણો અને પરિસરમાં ગોઠવી અદભુત શણગાર કરવામાં આવેલ હતો. બાદમાં સાંજે ચાર થી દસ વાગ્યા સુધી આંબા મનોરથના શણગારના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ અદભુત શણગારના દર્શન કરી જલારામ બાપાના ભકતો ઘન્‍યતા પ્રાપ્‍ત કરી ભાવવિભોર બન્‍યા હતા.

આવતીકાલે ભક્તોને પ્રસાદના રૂપમાં કેરી વહેંચી દેવાશે
​​​​​​​
બાદમાં રાત્રીના મંદિર ખાતે ધુન- ભજનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આજે મનોરથમાં ધરાયેલ 350 કિલો કેરી આવતીકાલે પ્રસાદીરૂપે જલા ભક્તોને ​​​​​​​આપવામાં આવશે તેવું મંદિરના સેવકો પાસેથી જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...