તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવસેવા:અનાથ બાળકો માટે 35 લાખનું છાત્રાલય બન્યું

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગિરનાર રોડ સ્થિત મયારામદાસજી આશ્રમ ખાતે બનાવ્યું છે

શહેરના ગિરનાર રોડ સ્થિત મયારામદાસજી આશ્રમ ખાતે 35 લાખના ખર્ચે નિર્મિત કુમાર છાત્રાલયનું ઉદ્ધાટન કરાયું છે. કોરોનામાં કે અન્ય રીતે મા, બાપ ગૂમાવનાર અનાથ બાળકોને આ છાત્રાલયમાં ફ્રિમાં રહેવા,ભોજન સાથે શિક્ષણની સુવિધા પ્રાપ્ત થશે.

કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, મેયર ધીરૂભાઇ ગોહેલ, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરેમેન જે કે. ઠેસીયા, કાશીબા હરિભાઇ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતના કેશુભાઇ ગોટી, અંજુબેન ગોટીએ છાત્રાલયને ખુલ્લું મુક્યું હતું. આ તકે શેરનાથબાપુ, મહાદેવગિરી બાપુ, ભગીરથદાસજી બાપુ, અભેરામબાપુ વગેરેએ આશિર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ રામનારાયણદાસજી, કાંતિભાઇ મહેતા, હસમુખરાય ત્રિવેદી, મનસુખભાઇ વાજા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...