તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના વાઇરસ:જૂનાગઢ જિલ્લામાં કોરોનાનાં 34 કેસ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ તાલુકામાં સૌથી વધુ 10 કેસ, શહેરમાં 6 કેસ સામે આવ્યા, કુલ આંક 297એ પહોંચ્યો

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનાં કેસ છેલ્લા 10 દિવસથી ડબલ ડિઝીટમાં ચાલી રહ્યો છે ત્યારે રવિવારે પણ જિલ્લામાં કોરોના બ્લાસ્ટ થયો હતો. જિલ્લામાં એક જ દિવસમાં એક સાથે 34 કેસ સામે આવ્યા હતા. જે કોરોના શરૂ થયાનાં એક જ દિવસનાં સૌથી વધુ કેસ છે. જૂનાગઢ જિલ્લામાં આજનાં કેસમાં સૌથી વધુ જૂનાગઢ તાલુકામાં 10 કેસ આવ્યાહતા. જયારે જૂનાગઢ શહેરમાં 6 કેસ નોંધાયા હતા. જૂનાગઢ જિલ્લામાં આજ સુધીમાં કોરોનાનાં કુલ 297 કેસ થયા છે. જેમાં 147 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ જિલ્લામાં 143 કેસ એક્ટિવ છે. જિલ્લામાં કુલ 9 લોકોનાં મોત થયા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો