2 શખ્સની અટકાયત:અડવાણા પાસે વાડીમાંથી 33 બોટલ ઇંગ્લીશ દારૂ ઝડપાયો, પોરબંદર જિલ્લાના અડવાણા ગામના ત્રણ પાટીયા પાસે પોલીસનો દરોડો

બગવદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 2 આરોપીને ઝડપી લીધા, 1 ની શોધખોળ હાથ ધરાઇ

પોરબંદર જિલ્લાના અડવાણા ગામે પાસે વાડીમાંથી ગઇકાલે સાંજના સમયે પોલીસે એક વાડીમાં દરોડો પાડીને ઇંગ્લીશ દારૂની 33 બોટલો ઝડપી લીધી હતી. પોલીસે 2 શખ્સની અટકાયત કરીને બીજા એક શખ્સને શોધખોળ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોલીસે ગઇકાલે રાત્રીના સમયે પોરબંદર જિલ્લાના અડવાણા ગામના ત્રણ પાટીયા પાસેથી નીલેષ રાજુભાઇ કારાવદરા નામના શખ્સની વાડીમાં દરોડો પાડતા નીલેષ અને મેરૂ મશરીભાઇ કેશવાલા નામના 2 શખ્સો પાસેથી ઇંગ્લીશ દારૂની 33 બોટલો ઝડપાઇ હતી.

પોલીસે આ શખ્સો પાસેથી કુલ રૂ. 12375 નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે કરેલી પુછપરછમાં માલુમ પડેલ કે તેમણે આ દારૂનો જથ્થો રાણાવાવના ખીમાભાઇ રબારી પાસેથી લીધો હોય પોલીસે આ તમામ શખ્સ સામે ગુન્હો નોંધીને ખીમાભાઇને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના હે.કો. એલ. ડી. સીસોદીયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...