કાર્યવાહી:ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 3,200 વાહન ચાલક દંડાયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીના તહેવારમાં પોલીસની તવાઇ
  • ​​​​​​​6,00,000નો દંડ વસુલ્યો, 200 વાહનો ડિટેઇન કરાયા

જૂનાગઢના લોકો દિવાળીનો તહેવાર શાંતિથી ઉજવી શકે તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ અંગે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 દિવસથી વાહન ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. ખાસ કરીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક રીતે કાર્યવાહી કરાઇ રહી છે.

છેલ્લા 20 દિવસમાં આ રીતે કુલ 3,200 વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરી કુલ 6,00,000નો દંડ વસુલ કરાયો છે. જ્યારે 200 વાહનોને ડિટેઇન કરાયા છે. આ ઉપરાંત તહેવારો દરમિયાન વાહન ચેકીંગમાં બેફિકરાઇથી વાહન ચલાવતા 5 આરોપી, કેફી પીણું પીને વાહન ચલાવતા 13 આરોપી તેમજ હથિયાર સાથેના 7 આરોપી મળી કુલ 25 આરોપીને પકડી પાડી જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરાયા છે.

સાથોસાથ લોકોને ચોર, ચિટર, લુખ્ખા તત્વો, છેડતી કરતા ઇસમો, છારા ગેન્ગ, પોલીસની ઓળખ આપી લુંટ તેમજ ચોરી કરતી ઇરાની ગેન્ગથી સાવચેત રહેવા સમજાવવામાં આવે છે. જ્યારે કોરોના મહામારીના સંક્રમણથી બચવા માટે માસ્ક, સેનેટાઇઝ અને સોશ્યલ ડિસ્ટન્સ વગેરે કોરોનાની ગાઇડ લાઇનનું પણ ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...