કોરોના અપડેટ:જૂનાગઢ જિલ્લામાં 32 કોરોના, 16 ડિસ્ચાર્જ

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જૂનાગઢ સિટીમાં માત્ર એક જ દિવસમાં કોરોનાના કેસમાં 375 ટકાનો વધારો
  • જૂનાગઢ શહેરની આદર્શ સ્કૂલ, કેશોદના ચર ગામની સ્કૂલના વિદ્યાર્થીને કોરોના, ઉનામાં 7

જૂનાગઢ શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં 30 કોરોના પોઝિટીવ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ સાથે જિલ્લામાં કુલ 32 કેસ નોંધાયા છે જ્યારે 16 દર્દીએ કોરોનાને માત આપતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે જૂનાગઢની આદર્શ સ્કૂલ અને કેશોદના ચર ગામની સ્કૂલમાં વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થતા સ્કૂલોને બંધ કરાઇ છે. આ અંગે મળતી વિગત મુજબ કોરોના મહામારીએ હવે તેજગતિ પકડી છે. બુધવારે જૂનાગઢ સિટીમાં 8 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા.

જ્યારે ગુરૂવારે એકીસાથે 30 કેસ નોંધાયા છે. આમ, એક જ દિવસમાં સિટીમાં કોરોનાના કેસમાં 375 ટકાનો ચિંતાજનક વધારો નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં ગુરૂવારે સિટીના 30, કેશોદનો 1 અને વંથલીનો એક મળી કુલ 32 કેસ નોંધાયા છે. જ્યારે ગુરૂવારે જૂનાગઢ સિટીમાં 13, માળીયા હાટીનામાં 3 મળી કુલ 16 દર્દીએ કોરોનાને હરાવ્યો હોય તેને ડિસ્ચાર્જ કરાયા છે. આમ, ગુરૂવારે 32 કેસ સામે 16 ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ 50 ટકા થયો હતો. જ્યારે જૂનાગઢની આદર્શ સ્કૂલમાં વિદ્યાર્થીને કોરોના પોઝિટીવ આવ્યો હોય શાળાને બંધ કરવા આદેશ કરાયો છે.

દરમિયાન જૂનાગઢ જિલ્લામાં હાલ 38 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 38 ઘરના 193 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગુરૂવારે જૂનાગઢ સિટીમાં 3,843 અને ગ્રામ્યમાં 8,863 ને મળી એક જ દિવસમાં કુલ 12,706ને કોરોનાની રસી અપાઇ છે. દરમિયાન કેશોદ તાલુકાની ચર ગામની પે સેન્ટર શાળામાં ધોરણ 8ની 1 વિદ્યાર્થીનીને કોરોના પોઝિટીવ આવ્યો છે. છાત્રા કોરોના પોઝિટીવ આવતા શાળાને 2 દિવસ માટે બંધ રાખવા રાખવા તંત્રએ આદેશ કર્યો છે. હાલમાં કોરોનાના વધતા જતા કેસ એમાંપણ નાના બાળકોમાં વધતા જતા સંક્રમણથી વાલીઓ પણ ચિંતીત બન્યા છે. દરમિયાન ઉનામાં પણ 7ને કોરોના પોઝિટીવ આવ્યો છે.

અમરેલી જિલ્લામાં 16, ગીરસોમનાથ જિલ્લામાં 15, પોરબંદર જિલ્લામાં 5 કેસ પોઝિટીવ નોંધાયા
પોરબંદર જિલ્લામાં 999 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 5 વ્યક્તિના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા હતા. જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3266એ પહોંચ્યો છે. જિલ્લામાં 6288 લોકોને રસી આપવામાં આવી હતી. ગીર- સોમનાથ જિલ્લામાં 15 નવા કેસ નોંધાયા છે. 10243 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. જ્યારે અમરેલી જિલ્લામાં 16 કેસ કોરોનાના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...