તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 32 કેસ નોંધાયા, 13 દર્દી ડીસ્ચાર્જ થયા

જૂનાગઢ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે જિલ્લામાં 8,796 લોકોને રસી આપવામા આવી
 • વંથલી તાલુકાના ધંધુસર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરાયું

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 32 કેસ નોંધાયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં જૂનાગઢ શહેરમાં 18, જૂનાગઢ ગ્રામ્‍યમાં 2, વંથલીમાં 3, કેશોદમાં 4, માણાવદરમાં 2, વિસાવદરમં 3 કેસો નોંઘાયા છે. આજે જીલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંઘાયેલ નથી. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, આજે જિલ્લામાં 13 લોકો કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં 1,66,371 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જયારે આજે વઘુ 8,796 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

વંથલી તાલુકાના ધંધુસર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરાયું

જૂનાગઢ જીલ્‍લાના વંથલી તાલુકાના ગામોમાં કોરોના કહેર વર્તાવી રહયો હોવાથી ગ્રામજનો ચિંતામાં મુકાયા છે. બે દિવસ પૂર્વે જ તાલુકાના ટિકર ગામમાં સ્‍વયંભુ લોકડાઉન કરાયા બાદ આજે ધંધુસર ગામમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. ધંધુસર ગામમાં કોરોના મહામારીએ પગપસેરો કર્યો હોય તેમ ગામના સરપંચ અરજણભાઇ દિવરાણીયા સહિત 12 લોકો કોરોના પોઝિટીવ થયા હોવાનું સામે આવ્યું છે.પરિણામે ધંધુસરમાં પણ આજે તા.4 એપ્રીલથી આગામી 6 દિવસ સુધી સ્‍વૈચ્‍છીક લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો છે અને સ્થિતી થાળે નહિ પડે તો સ્વૈચ્છિક લોકડાઉનની મુદત વધારવામાં આવશે તેવું નક્કી કરાયું છે. ઘંઘુસર ગામમાં દુકાનો સવારના 8 થી 10 અને સાંજે 6 થી 8 એમ ચાક કલાક સુધી જ ખુલ્‍લી રાખવાનું જાહેર કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો