કોરોના અપડેટ:જૂનાગઢમાં 6 વિદ્યાર્થિની સહિત કોરોનાના 32 કેસ નોંધાયા, ગીર સોમનાથમાં નવા 15 કેસ નોંધાયા

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને જિલ્‍લામાં 20 હજાર લોકોને વેક્સિનના ડોઝ અપાયા
  • જૂનાગઢની આદર્શ નિવાસી શાળાની છ વિઘાર્થીની કોરોના પોઝિટિવ આવતાં સ્કૂલ બંઘ કરાઇ

કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત બાદ પ્રથમ વખત સોરઠના બંને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્‍લામાં આજે કોરોના કેસોનો વિસ્‍ફોટ થયો છે. કોરોના સંક્રમણમાં સતત વધારા સાથે આજે જૂનાગઢ જિલ્‍લામાં 32 કેસો જયારે ગીર સોમનાથમાં 15 નવા કેસો સામે આવ્‍યા છે. જો કે, આ વચ્ચે જૂનાગઢ જિલ્‍લામાં સારવાર લઇ રહેલ 16 દર્દીઓ સ્વસ્થ થઇ જતા પરત ઘરે ફર્યા છે.

આજે નોંધાયેલા કેસોમાં જૂનાગઢ જિલ્‍લામાં જૂનાગઢ શહેરમાં 30 અને કેશોદ-વંથલી 1-1 કેસો જયારે ગીર સોમનાથ જિલ્‍લામાં વેરાવળમાં 8 અને ઉનામાં 7 કેસો નોંધાયા છે. આજે બંને જિલ્‍લામાં નોંધપાત્ર કોરોનાના કેસો આવ્‍યા છે. છેલ્‍લા થોડા દિવસોના આંકડા જોઇએ તો દરરોજ કોરોનાના કેસો વધી રહેલા જોવા મળી રહ્યા છે.

જિલ્લામાં કોરોના મહામારી રોકેતગતિએ પ્રસરી કાબુ બહાર જઇ રહી તેવા એેંધાણ વર્તાય રહ્યા છે. કોરોના મહામારીની ત્રીજી લહેર બંને જિલ્‍લામાં શરૂ થઈ હોવાનું જાણકારો અંદાજ લગાવી રહ્યા છે. કારણ કે એક રિપોર્ટ મુજબ પ્રથમ લહેર વખતે કોરોનાના કેસ 15 દિવસે ડબલ થતા, બીજી લહેરમાં 10 દિવસે ડબલ થતા જયારે આ ત્રીજી લહેરમાં બે દિવસમાં કોરોનાના કેસો ડબલ થઈ રહ્યા છે. જે અતિ ગંભીર બાબત ગણી શકાય. આમ છતાં જિલ્‍લાના શહેરોની બજારોમાં તથા રાજકીય પક્ષોના કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં લોકોની ભીડ એકત્ર થતી જોવા મળી રહી છે. જો કે, ત્રીજી લહેરને પહોંચી વળવા તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

બંને જિલ્‍લામાં વેક્સિનેશનની કામગીરી પણ પુરજોશમાં થઇ રહી છે. જેમાં વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્‍લામાં આજે 7723 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે. જયારે જૂનાગઢ જીલ્‍લામાં 12706 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે.

જૂનાગઢ જિલ્‍લામાં નોંધનીય રીતે કોરોનાનું સંક્રમણ વઘી રહયાનું સામે આવી રહ્યુ છે. જેમાં ખાસ સ્‍કૂલોમાં ચાલી રહેલ ઓફલાઇન શિક્ષણના વર્ગોમાં પણ કોરોનાનો પગપેસારો જોવા મળી રહ્યો છે. આજે જૂનાગઢ શહેરની આદર્શ નિવાસી શાળાની છ વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટીવ આવતા આરોગ્‍ય અને શિક્ષણ વિભાગમાં દોડઘામ મચી ગઇ હતી. આ સ્‍કુલને તાત્‍કાલીક અસરથી બંઘ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આ વિગત સામે આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફફડાટની લાગણી પ્રસરી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...