તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જૂનાગઢ જિલ્લાના 3,166 લોકોની દિવાળી કન્ટેઇનમેન્ટ ઝોનમાં કેદ, સોરઠમાં વધુ 22 ને કોરોના પોઝિટીવ, 16 ડિસ્ચાર્જ

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોરઠમાં વધુ 22 ને કોરોના પોઝિટીવ આવ્યો છે, જ્યારે 16 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે.દરમિયાન જૂનાગઢ જિલ્લાના 3,166 લોકોની દિવાળી કન્ટેઇનમેન્ટ ઝોનમાં કેદ થઇ છે. શુક્રવારે આવેલા કોરોનાના કેસ પર નજર કરીએ તો જૂનાગઢ જિલ્લામાં 14 ને કોરોના પોઝિટીવ આવ્યો છે જેમાંથી 8 કેસ માત્ર જૂનાગઢ સિટીના છે. જ્યારે કેશોદ અને માણાવદર તાલુકામાં 2-2 કેસ તેમજ જૂનાગઢ અને માંગરોળ તાલુકામાં 1-1 કેસ નોંધાયો છે.

દરમિયાન 16 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. બીજી તરફ જિલ્લામાં હજુ 107 કન્ટેઇનમન્ટ ઝોનમાં 755 ઘરના 3,166 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગિર સોમનાથ જિલ્લામાં શુક્રવારે નવા 8 કોરોના પોઝિટીવ કેસ આવ્યા છે. દરમિયાન હાલ દિવાળી તહેવારોની ઉજવણીમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું તેમજ હાથને સેનેટાઇઝ કરવાની કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવું જરૂરી છે જેથી કોરોના સંક્રમણથી પોતે બચી શકે અને પોતાના પરિવારને પણ બચાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો