તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસરગ્રસ્તોને રાહત:'તાઉ-તે' વાવાઝોડાના કારણે તાલાલા પંથકમાં થયેલા નુકસાનીના સર્વે બાદ 45 ગામોમાં 31 લાખની સહાય ચૂકવાઈ

તાલાલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાચા-પાકા 85 મકાનોને નુકશાની બદલ રૂ.21 લાખની સહાય ચૂકવાઈ

તાલાલા પંથકમાં વાવાઝોડાને કારણે થયેલ તારાજીનો સરકારની સુચના અંતર્ગત તાલુકા વિકાસ અધિકારીએ 45 ગામોમાં સર્વે કરાવી અસરગ્રસ્તોને તાલુકા પંચાયત મારફત તુરંત સહાય ચુકવવામાં આવતા વાવાઝોડાનો ભોગ બનેલ પરિવારોને થોડી રાહત મળી છે.

આ અંગે પ્રાપ્ત વિગત પ્રમાણે તાલાલા પંથકમાં 17મી મે ના રોજ ફુંકાયેલ વાવાઝોડા દરમ્યાન એક મૃત્યુ અને ચાર લોકોને ગંભીર ઇજા સાથે અનેક લોકોને અસર થઇ હતી. તાલુકા વિકાસ અધિકારીના મોનિટરીંગ સાથે તાલુકાના તમામ ગામોમાં વિવિધ ટીમો દ્વારા નુકશાનીનું સર્વે કરાવી અસરગ્રસ્તોને સહાય ચુકવેલ છે.

જે સહાયની ચૂકવણી કરવામા આવી છે તેમાં મૃત્યુ પામેલ વ્યક્તિને રૂ. ચાર લાખ, ચાર ઇજાગ્રસ્તોને રૂ. 25 હજાર લેખે એક લાખ ઉપરાંત ક્ષતિગ્રસ્ત થયેલ કાચા - પાકા 85 મકાનોને રૂ.21 લાખ 25 હજાર, ઘરવખરી નાશ પામી હોય તેવા 41 પરિવારોને રૂ.2 લાખ 87 હજાર, કેટલ શેડને રૂ. પાંચ હજાર લેખે કુલ 30 હજાર ઉપરાંત 237 વ્યકિતને રૂ.1 લાખ 47 હજાર કેશ ડોલ્સ સહિત તાલાલા પંથકના 45 ગામોમાં કુલ 31 લાખની રકમ સરકારી સહાયરૂપે તંત્રએ ચુકવી છે.

અન્ય સમાચારો પણ છે...