તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિબંધ:જિલ્લામાં 31 જાન્યુ. સુધી ચાઇનીઝ તુક્કલ, માંજો વેચવા પર પ્રતિબંધ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગ લાગવાથી પર્યાવરણ, જાનમાલને નુકસાનની ભિતી

જૂનાગઢ જિલ્લામાં 31 જાન્યુઆરી 2021 સુધી ચાઇનીઝ તુક્કક, માંઝા વગેરેના વેંચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.કે. બારીઆએ જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામામાં જણાવાયું છે કે, ચાઇનીઝ તુક્કલ હલકી ક્વોલીટીના હોય, સળગી જાય તેવા વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને નુકસાન થઇ શકે છે.

તેમજ તુક્કલ ગમે ત્યાં પડતા જાનમાલ અને સંપત્તિને નુકસાન થવાની સંભાવના છે. જ્યારે પતંગ ચગાવવા ચાઇનીઝ માંઝા,નાયલોન,પ્લાસ્ટિકની દોરી, કાચ પાયેલ દોરાથી પશુ-પંખી તેમજ પર્યાવરણને નુકસાન થઇ શકે છે. ત્યારે આવી ચિજ વસ્તુના ખરીદ, સંગ્રહ, વેંચાણ અને ઉપયોગ પર 31 જાન્યુઆરી 2021 સુધી પ્રતિબંધ મૂકવામાં આવે છે.આ અા હુકમનો ભંગ કરનાર સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.કે. બારીઆએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો