તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાતીઓની ભીડ:સક્કરબાગ ઝૂમાં દિવાળીના પર્વે 3097 પ્રવાસી ઉમટ્યા, ઝૂ ખુલ્યા બાદ પ્રથમ વખત મુલાકાતીઓની ભીડ જોવા મળી

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવાળીના પર્વે 3,097 પ્રવાસીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. એટલું જ નહિ મુલાકાતીઓની ભીડ સતત ઉમટી પડી હતી. રવિવારે માત્ર 2 કલાકમાં 600 લોકોની એન્ટ્રી થવા સાથે માનવ પ્રવાહ સતત ચાલુ જ રહ્યો હતો. આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ નિરવભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે સક્કરબાગ ઝૂને પ્રવાસીઓ માટે બંધ કરાયું હતું. દરમિયાન સરકારની ગાઇડ લાઇન મુજબ 1 ઓક્ટોબરથી ફરી સક્કરબાગને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું હતું.

શરૂઆતમાં માત્ર 500 પ્રવાસીના જ પ્રવેશની મંજૂરી હતી. બાદમાં સરકારે દિવાળીના તહેવારોને લઇ વધુ પ્રવાસીઓ માટે મંજૂરી આપી હતી. દરમિયાન સક્કરબાગ ખુલ્યા બાદ પ્રથમ વખત શનિવાર- દિવાળીના દિવસે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. શનિવારે 3,097 પ્રવાસીઓએ સક્કરબાગની મુલાકાત લીધી હતી. જ્યારે રવિવારના દિવસે પણ સતત પ્રવાસીઓ આવી રહ્યા છે. રવિવારે માત્ર 2 કલાકમાં જ 600 લોકોએ એન્ટ્રી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો