તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડો:સુત્રાપાડાના વાવડી ગામે ગેરકાયદે 3 હજાર લીટર બાયોડિઝલ જથ્થો સીઝ કર્યો, સ્થળ પરથી રૂ.3.61 લાખનો મુદ્દામાલ કબ્જે

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવડીનો શખ્સ બાયાડીઝલનો જથ્થો બિલ કે રજીસ્ટર વગર વેચાણ કરી રહેલો
  • મામલતદારે પોલીસ સ્ટાફને સાથે રાખી દરોડો પડી ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ કર્યો

ગીર સોમનાથ જિલ્લાના સુત્રપાડા તાલુકાના વાવડી ગામે મામલતદાર તથા પોલીસે સયુંકત રીતે કામગીરી હાથ ધરી રૂ.1.80 લાખની કિંમતનો ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફ્યુઅલ સ્ટેશન, નોઝલ તેમજ તેને લગતી સાધન સામગ્રી જપ્ત

સુત્રાપાડાના મામલતદાર રાજુભાઈ સાજણભાઇ હુણએ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામે સીમ વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થઈ રહેલુ હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફ પેટ્રોલિંગ દરમ્યાન ગેરકાયદેસર અનઅધિકૃત રીતે શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો જણાતા પીઆઈ ચાવડા, મામલતદાર કચેરીના શક્તિસિંહ પરમાર, સર્કલ આફીસર સહિતનાએ રૂબરૂ સ્થળ તપાસણી કરતા બિનઅધિકૃત રીતે બાયોડીઝલ અંગેના પુરાવા મળેલા હતા. જેમાં ફ્યુઅલ સ્ટેશન, નોઝલ સાથેનું બાયોડીઝલ તેમજ તેને લગતી સાધન સામગ્રી મળી કુલ રૂ.3,61,600 નો મુદ્દામાલ મળી આવેલો છે.

રૂ.3,61,600 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધવામાં આવ્યો

સ્થળ ઉપર જમીન માલિકની કબૂલાતના આધારે બાયાડીઝલના વેચાણકર્તા ભાવેશભાઈ ભીમભાઈ જાખોત્રા રહે.વાવડી તા.સુત્રાપાડા આધાર પુરાવા તરીકે કોઇ બીલ કે રજીસ્ટરો મળી આવ્યા ન હતા. જેથી બાયોડિઝલ જથ્થો 3 હજાર લીટર પ્રતિ લીટર 60 રૂપિયા લેખે કુલ કિ.રૂ.1.80 લાખ તથા બાયોડીઝલ, સાધન સામગ્રી અદાજીત રૂ.1,81,770 મળી કુલ રૂ.3,61,600 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ બેરોકટોક થઈ રહ્યું છે

અત્રે નોંધનીય છે કે, છેલ્લા થોડા સમયથી ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્રની મીઠી નજર હેઠળ બેરોકટોક ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ થઈ રહેલુ છે. છેલ્લા થોડા સમયમાં જિલ્લાના વેરાવળ-સુત્રાપાડા પંથકમાં ત્રણેક દરોડા પાડી ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણનો પર્દાફાશ કર્યો છે. જેમાં એક વખત તો સ્થાનીક તંત્રને અંધારામાં રાખી ગાંધીનગરની ટીમે દરોડો પાડી મોટા જથ્થા સાથે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આટલી કાર્યવાહી થઈ રહી હોવા છતાં બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ બેરોકટોક થઈ રહ્યું છે. જેમાં ક્યાંક ને ક્યાંક સ્થાનીક જિલ્લાના જવાબદાર તંત્રની મિલીભગત હોવાનું જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...