તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાનોની આળસ:સોમવારે વેક્સિન માટે 300 યુવાનોએ બુકીંગ ન કરાવ્યું !!

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • જૂનાગઢની વસ્તી 3,50,000ની, 18 થી 44 વર્ષના યુવાનોની સંખ્યા અંદાજે 90,000, વેક્સિન લીધી માત્ર 22,000 એ !!
  • કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા યુવાનો આગળ આવે અને શહેરના 10 સ્થળ પૈકી લાગુ પડતા સેન્ટર પરથી ફ્રિ રસી મેળવે

જૂનાગઢમાં કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા માટે શહેરના 10 સ્થળો પર કોરોના વેક્સિન ફ્રિમાં અપાઇ રહી છે. જોકે, તેમ છત્તાં ખાસ કરીને વેક્સિન લેવામાં યુવાનોની આળસ ઉડીને આંખે વળગે તેવી છે. જૂનાગઢ શહેરની કુલ વસ્તી 3,50,000ની છે. આમાંથી 18 થી 44 વર્ષની વય ધરાવતા યુવાનોની સંખ્યા 90,000 આસપાસ છે. જોકે, તેમ છત્તાં 90,000માંથી કોરોના વેક્સિન લેનારની સંખ્યા માત્ર 22,000 ની જ છે. આમ, ફ્રિમાં મળતી કોરોના વેક્સિન લેવામાં પણ યુવાનોની આળસ કોરોના મહામારી સામેની લડતને નબળી પાડી શકે છે.

શહેરમાં સોમવારે 3 સ્લોટ ખુલ્લા રહ્યા હતા, મતલબ 300 યુવાનોએ કોરોના વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું. દરમિયાન બીજા દિવસ મંગળવાર માટેનું બુકીંગ ખુલ્યું ત્યારે પણ શરૂઆતમાં કોઇએ બુકીંગ કરાવ્યું ન હતું. એક સમયે સ્લોટ ખુલતા જ માત્ર 5 મિનીટમાં જ યુવાનો વેક્સિન માટે સ્લોટ બુક કરાવી લેતા જ્યારે હવે આવું થતું નથી. ત્યારે શહેરના 18 થી 44 વર્ષના યુવાનો આગળ આવે અને ફ્રિમાં મળતી કોરોના વેક્સિન લઇ લે જેથી કોરોનાની લડાઇમાં જૂનાગઢને સફળતા મળે.

હાલ શહેરમાં 10 સેન્ટરો પર ફ્રિમાં કોરોના વેક્સિનેશન કરાઇ રહ્યું છે જેમાં 18 થી 44 ની વયના યુવાનો પોતાનું નજીકનું મનપસંદ સ્થળ પસંદ કરી કોરોનાની રસી લઇ શકે છે. જો રસી લેવામાં યુવાનો હજુ આળસ કરશે તો કોરોના સામેનો જંગ જીતવો મુશ્કેલ બની શકે છે. કોરોના નબળો પડ્યો છે, સાવ નાબુદ થયો નથી. ત્યારે 18 થી 44 વયના યુવાનો ફ્રિ મળતી કોરોના વેક્સિન સત્વરે લઇ લે તેવો મનપા દ્વારા અનુરોધ કરાયો છે.

આ રીતે ઓનલાઇન બુકીંગ થશે
https://selfregistration.cowin.gov.in આ લીંક ઓપન કરી રજીસ્ટ્રેશન પોર્ટલ પર જઇ રજીસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરો. તમારો મોબાઇલ નંબર આપીને ગેટ ઓટીપી પર ક્લિક કરો. તમારા મોબાઇલ પર ઓટીપી આવશે જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે. ઓટીપી સબમિટ કરતા નવું પેજ ખુલશે જેમાં તમારી વિગતો ભરવાની રહેશે. ફોટો આઇડી માટે આધારકાર્ડ ઉપરાંત ડ્રાઇવીંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી કાર્ડ પણ માન્ય રહેશે.

​​​​​​​આમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપવાનો રહેશે. નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે નહિ. ત્યાર બાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે. બાદમાં સેન્ટર પસંદ કરી તમે અનુકુળ સમયનો સ્લોટ પસંદ કરી શકો છો.

અહિંયા મળે છે ફ્રિ વેક્સિન
18 થી 44 વર્ષની વયના યુવાનો આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલ, ટાઉન હોલ, દોલતપરા પ્રાયમરી સ્કૂલ, દુબડી પ્લોટની આદર્શ પ્રાયમરી સ્કૂલ, નાલંદા સ્કૂલ સામેના જુલેલાલ મંદિર, ટીંબાવાડી પ્રાયમરી સ્કૂલ, ઝાંઝરડામાં શિવમ પાર્ટી પ્લોટ, સુંદરવન સોસાયટી સ્થિત યશ પ્રાયમરી સ્કૂલ, નરસિંહ વિદ્યામંદિર અને નવી સિવીલ હોસ્પિટલના બીજા માળે રૂમ નંબર 205માં કોરોનાની ફ્રિ વેક્સિન મેળવી શકે છે.

સાંજના 5 વાગ્યાથી સ્લોટ ખુલે છે
18 થી 44 વર્ષની વયના યુવાનો કોરોના વેક્સિન માટે ફ્રિમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ સ્લોટ સાંજના 5 વાગ્યા પછી ખુલે છે.

અન્ય સમાચારો પણ છે...