મશાલ પરેડ:સોમનાથના સમુદ્ર કિનારે અદભુત દૃશ્યો સર્જાયાં, 300 પોલીસકર્મચારી પરેડમાં સામેલ થયા

વેરાવળ4 મહિનો પહેલા
  • પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મશાલ પરેડનો કાર્યક્રમ યોજાયો

આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત સોમનાથ સમુદ્ર કિનારે પોલીસ વિભાગ દ્વારા મશાલ પરેડનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 300 જેટલા પોલીસકર્મચારીએ સામેલ થઈ પરેડ યોજતાં અદભુત દૃશ્યો જોવા મળ્યાં હતાં.

આજે રાત્રિના સોમનાથના સમુદ્ર કિનારે પોલીસ દ્વારા મશાલ પરેડ યોજાઈ હતી. મશાલ પરેડમાં 300 જેટલા પોલીસ જવાનો સામેલ થયા હતા. મશાલ પરેડમાં સામેલ પોલીસકર્મીઓ દ્વારા હાથમાં મશાલ લઈ ગુજરાત પોલીસ, જય હિન્દ, જય સોમનાથ તથા હિન્દુ ધર્મના પ્રતિક સમાન સાથિયાની પ્રતિકૃતિ બનાવી હતી. જેનો અદભુત દ્રશ્યો જોવા મળેલ હતા.

26મી જાન્યુઆરીએ રાજ્યકક્ષાની ઉજવણી સોમનાથમાં થશે
રાજ્યમાં આ વખતે 26 મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી ગીર સોમનાથના સોમનાથમાં થવાની છે. ઉજવણીને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે પરેડનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, કોરોના મહામારીના પગલે તમામ સાંસ્કૃતિક કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા છે. ધ્વજવંદનનો કાર્યક્રમ પણ અડદા કલાકમાં સમેટી લેવાનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...