તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:શહેરમાંથી 300 લારી, ગલ્લાં, પાથરણાં વાળાને દુર કરાયા

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મનપાનાં દબાણ શાખા દ્વારા કરાઇ કામગીરી
 • રસ્તા નજીક દબાણ કરતા કરવામાં આવી કાર્યવાહી

જૂનાગઢની ફૂટપાથ પર કબ્જો કરી રસ્તા નજીક દબાણ કરતા 300 જેટલા લારી, ગલ્લાં, મોટા મંડપો, કેબીનો, કપડાના સ્ટોલ, પાથરણાં વાળાને દૂર કરાયા છે. આ અંગે દબાણ અધિકારી ભરતભાઇ ડોડીયાએ જણાવ્યું હતું કે, ફૂટપાથ પર કબ્જો જમાવી આવા લોકોએ રસ્તા નજીક પણ દબાણ કર્યું હતું. ત્યારે કમિશ્નર તુષાર સુમેરાની સૂચનાથી આ કામગીરી કરવામાં આવી છે. સરદાર બાગથી મોતીબાગ, મોતીબાગથી ટીંબાવાડી અને મધુરમ, મોતીબાગથી ભૂતનાથ મંદિર સુધીમાં આ કામગીરી કરાઇ છે. કોરોના મહામારીના સમયે કોઇની રોજગારી સામે વાંધો નથી, પરંતુ ડેરા તંબુ જમાવી કાયમી અડચણરૂપ બને તે ન ચાલે. ભલે ધંધો કરવા રેંકડી રાખે, પરંતુ ધંધો કર્યા બાદ રેંકડી, ગલ્લાં, મંડપો, કપડાના સ્ટોલ સંકેલી લે અને લઇ જાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો