વરસાદની શક્યતા:3 વરસાદી સિસ્ટમથી 9 થી 12 સપ્ટેમ્બરે મુશળધાર વરસશે

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 4 દિ' વાદળછાયું વાતાવરણ જોવા મળશે, હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. અને ખેડૂતો પણ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યાં છે. જો કે, થોડા રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં મુશળધાર વરસાદ વરસી શકે છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના ધીમંત વઘાસીયાએ કહ્યું હતું કે, હાલની સ્થિતી મુજબ ચોમાસુ ધરીનો પશ્વિમ છેડો ઉત્તર તરફ અને દક્ષિણ છેડો હિમાલયની તળેટીમાં છે. જે આગામી દિવસમાં સામાન્ય સ્થિતીમાં જોવા મળશે. જ્યારે ઉત્તર- દક્ષિણ ટ્રફ રેખા દક્ષિણ- પૂર્વ મધ્યપ્રદેશથી કોમરીયન વિસ્તાર સુધી સક્રિય છે.

7 સપ્ટેમ્બરના બંગાળની ખાડીમાં એક હવાના હળવા દબાણનું ક્ષેત્ર બનશે. અને સાયક્લોનીક સરક્યુલેશન સાથે ઉત્તર-પશ્વિમ દિશામાં ગતિ કરશે. જ્યારે ઓફશોરેટ્રક રેખા કેરાળાથી લઈ દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી 9 સપ્ટેમ્બરના સક્રિય થશે. તેમજ મુંબઈ અને દક્ષિણ ગુજરાતના આસપાસના વિસ્તારોમાં હવાનું હળવુ દબાણ સર્જાશે. આમ ત્રણેય સિસ્ટમની અસરથી 9 થી 12 સપ્ટેમ્બરના હળવો મધ્યમ તેમજ અમુક વિસ્તારમા ભારે વરસાદ પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...