કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનાના વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જૂનાગઢ શહેરમાં મંગળવારે કુલ 3 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. આમાં જૂનાગઢ શહેરમાં 1,માળીયા હાટીનામાં 1 અને વંથલીમાં 1 કેસનો સમાવેશ થાય છે. દરમિયાન મંગળવારે જૂનાગઢ સિટીના 4 દર્દીએ કોરોના મુક્ત થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ જૂનાગઢ જિલ્લામાં 6 કન્ટેનમેન્ટ ઝોન બનાવાયા છે જેમાં 9 ઘરના 40 લોકોનો સમાવેશ થયો છે.

આમ, ધીરે ધીરે કોરોના મહામારી ફરી પગપેસારો કરી રહી હોય લોકોએ કોરોનાની ગાઇડ લાઇનના પાલનની તૈયાર રાખવી પડશે જેથી સંક્રમણ ફેલાતું અટકે. દરમિયાન કોરોના વેક્સિનની કામગીરી પણ જારી રખાઇ છે જેમાં મહાનગરપાલિકા વિસ્તારમાં 2,411 લોકોને અને ગ્રામ્ય વિસ્તારમાં 12,980 લોકો મળી એક જ દિવસમાં કુલ 15,391 લોકોએ કોરોના વેક્સિન લીધા છે. ધનવંતરી આરોગ્યના 20 રથ દ્વારા વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 20 ટીમ દ્વારા મોબાઇલ મેડીકલ ઓપીડી કરવામાં આવી હતી જેમાં1,791 લોકોને તપાસવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...