લાભ:જૂનાગઢ શહેરમાં વધુ 3 સીએનજી પંપ શરૂ

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં કાર્બનનું પ્રમાણ ઘટાડવા માટે થઇને સીએનજી સ્ટેશનો શરૂ કરવામાં આવ્યાં છે. જેથી કરીને કાર્બનનું પ્રમાણ ઘટે અને ધુવાડા ઓછા થાય આવા પ્રાકૃતિક ગેસનાં ત્રણ સ્ટેશનો જૂનાગઢ ખાતે શરૂ કરવામા આવ્યાં છે. ભારતનાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ યુનિયન મિનીસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને વિડીયો કોન્ફરન્સ દ્વારા સીએનજી સ્ટેશનો દેશને સર્મપિત કર્યા હતાં. જેમાં જૂનાગઢ શહેરમાં અલગ- અલગ ત્રણ જગ્યાએ આ સીએનજી સ્ટેશનો શરૂ થઇ જતાં જૂનાગઢની જનતાને તેનો લાભ મળશે. અને સીએનજી માટે બહાર જવું નહીં પડે તો સાથે આનાથી વાતાવરણમાં પણ કાર્બનનું પ્રમાણ ઘટશે.  આમ જૂનાગઢને 3 સીએનજી પંપનો લાભ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...