તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:3 મહિના રોજમદાર, 6 મહિના રિન્યુ, હવે 6 મહિના ફિક્સનો ઠરાવ કરાયો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપામાં મામા, માસીના 14 કર્મીની ભરતી સામે રજૂઆત કરાઇ

જૂનાગઢ મહાનગરપાલિકામાં નિયમોને નેવે મૂકી મામા, માસીના એવા 14 કર્મચારીઓની થયેલી ભરતી સામે વિરોધ વ્યકત કરાયો છે. આ અંગે વોર્ડ નંબર 4ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ કમિશ્નરને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, મનપામાં સેક્રેટરીની સહિથી 14 રોજમદારની ભરતી કરવામાં આવી હતી. આ ભરતી નિતી નિયમને નેવે મૂકીને કરાઇ હતી. અગાઉ જનરલ બોર્ડમાં એવું કહેવાયું હતું કે, ભરતી માટેના નિયમોનું આરઆર રજીસ્ટ્રર બનાવી ગાંધીનગર મોકલાયું છે. જેના નિયમો મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવશે.

ત્યારે આરઆર રજીસ્ટ્ર ગાંધીનગર ધૂળ ખાય છે ને મનપામાં મામા, માસીનાની ભરતીનો ધમધમાટ થઇ રહ્યો છે. અગાઉ સેક્રેટરીની સહિથી 14 કર્મીની માત્ર 3 મહિના માટે 11 નવેમ્બર 2020માં રોજમદાર માટે ભરતી કરાઇ હતી. બાદમાં 3, 3 મહિના રિન્યુ કરી અને હવે 6 મહિના માટે ફિક્સ પગારથી લેવાનો સ્થાયી સમિતીએ ઠરાવ કર્યો છે.

જોકે, આ ઠરાવને કમિશ્નર સહિ કરી મંજૂરીની મહોર મારે છે કે કેમ ? તે જોવું રહ્યું. વળી, જોવાની ખૂબી એ છે કે, આ 14 કર્મીની ભરતી માત્ર શાસકપક્ષના નેતા,સ્થાયી સમિતી, મેયર, વિરોધપક્ષના નેતાની ઓફિસ માટે કરાઇ છે. સ્ટ્રીટ લાઇટ શાખ, વોટર વર્કસ શાખા,ગટર શાખામાં ભરતી થતી નથી પરિણામે પ્રજાની સમસ્યાતો ઠેરની ઠેર જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...