તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જૂનાગઢનાં ઢાલરોડ પર મારામારી, 3 વ્યક્તિ ઘાયલ, વાહન, ઇંડાની દુકાનમાં તોડફોડ

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોડો સમય ભયનો માહોલ ફેલાયો

જૂનાગઢનાં ઢોલ રોડ પર સામસામી મારામારી થતા ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. આ મારામારીમાં 3 થી વધુ લોકો ઇજા પામ્યા હતાં. વાહન અને ઇંડાની દુકાનમાં તોડફોડ કરી હતી. જૂનાગઢનો ઢાલ રોડ ટ્રાફિકથી ધમધમતો રોડ છે. આ રોડ પર શનિવારે ઇંડાનો વેપાર કરતા દુકાનદાર વચ્ચે મારામારી થઇ હતી. અહીં આવેલી ઇંડાની દુકાનમાં તોડફોડ કરી હતી. તેમજ અહીં પડેલા વાહનમાં પણ ધોકા માર્યાં હતાં.

15 થી વધુ લોકો વચ્ચે સામસામી મારામારી થતા રોડ પર ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. આ મારામારીમાં 3 થી વધુ લોકોને નાની - મોટી ઇજા પહોંચી હતી. ઘટનાનાં પગલે પોલીસ દોડી ગઇ હતી. બાદ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...