વરસાદ:તાલાલા પંથકમાં 1 કલાકમાં 3 ઇંચ, વરસાદને લીધે ટ્રેન અઢી કલાક મોડી

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેશોદનાં પંચાળા ગામે વિજળી પડતાં બે ભેંસનાં મોત, માળિયા હાટીનામાં દોઢ ઇંચ ખાબક્યો

સોરઠ પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.જો કે માત્ર ઝાપટાં પડ્યાં હતાં.અને માળીયા માં દોઢ ઈંચ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.જ્યાઈ તાલાલા પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.તાલાલા પંથકમાં 1 કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે ઘુસીયા,ઉમરેઠી,સવની માલજીંજવા સહિત અમુક ગામોમાં એક કલાક માં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.ભારે વરસાદથી ભેરાળા રેલવે ટ્રેક પર પાણી ભરાયું હોય ટ્રેન થંભાવી દેવી પડી હતી અને ઊના-દેલવાડા ટ્રેન અઢી કલાક મોડી થઈ હતી.વરસાદ ના લીધે પાકને ફાયદો થયો હતો.

કેશોદ ના પંચાળા ગામે વીજળી પડવાથી 2 ભેંસના મોત નિપજયાં હતાં. ગામલોકોને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી કિંમતી ભેંસના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. કેશોદ પંથકમાં છેલ્લાં 4 દિવસથી ગાજવીજ સાથે વધતા ઓછો વરસાદ પડી રહ્યો છે. તેવા સમયે અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટના બનવા પામી છે ત્યારે કેશોદ પંથકના પંચાળા ગામના પાદર નજીક માંડાભાઈ દેવાભાઇ ડાકી ની વાડીમાં ઝાડ નીચે 2 ભેંસ બાંધવામાં આવી હતી. શનિવારે બપોર બાદ તડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. તે સમયે અચાનક વીજળી પડતાં 2 ભેંસના મોત નિપજ્યાં હતાં ઘટનાની જાણ થતાં ગામલોકો ઘટના સ્થળે પહોંચ્યાં હતાં અને ઘટના અંગે ભેંસના માલીક આગળ શોક વ્યક્ત કર્યો હતો. બે કિંમતી ભેંસના મોત થી માલીકે સરકાર પાસે આર્થીક સહાય ની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...