વિરોધ:ખેડૂતોના ન્યાય માટે જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં 3 કલાક ઉપવાસ

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભંડૂરીમાં ખેડૂતોના ખાતામાંથી 4 કરોડની ઉચાપતનો મામલો
  • ફરિયાદ નોંધવાની ખાત્રી બાદ ભારતીય કિસાન સંધનું આંદોલન સમેટાયું

ખેડૂતોને ન્યાય અપાવવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું. જોકે, ફરિયાદ કરવાની 3 કલાકમાં ખાત્રી મળતા ઉપવાસ આંદોલન સમેટાયું હતું. આ અંગે ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખભાઇ પટોળીયાએ જણાવ્યું હતું કે, માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામે સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતોના ખાતામાંથી ખેત ધિરાણ મેળવી 4 કરોડની ઉચાપત કરાઇ હતી.

જ્યારે ચોરવાડ સહકારી બેન્કના કર્મીઓએ મૃતક ખેડૂતોના ખાતામાંથી ધિરાણ ઉપાડી ઉચાપત કરી હતી. આ મામલે અનેક રજૂઆતો ન્યાય ન મળતા ભારતીય કિસાન સંઘે ખેડૂતોને સાથે રાખી મંડળીની જિલ્લા રજીસ્ટ્રારની ઓફિસમાં જ ઉપવાસ શરૂ કર્યા હતા. જોકે, 3 કલાકમાં જ જિલ્લા રજીસ્ટ્રાર તેમજ જેડીસીસી બેન્ક મેનેજર દ્વારા જવાબદાર સામે ફરિયાદ કરવાની ખાત્રી અપાતા ઉપવાસ આંદોલન સમેટાયું હતું.

અન્ય સમાચારો પણ છે...