એકજ ગુરુના ત્રણ શિષ્યોનું અકાળે મૃત્યુ:3 મિત્રો કાળુબાપુ, રાજભારતીબાપુ અને રામભારતી બાપુ સાધુ બન્યા અને ત્રણેયના મૃત્યુ અકાળે જ થયા

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફોટામાં નીચે ગુરૂ મહંત અખંડાનંદ ભારતીજી અને ઉપર તેમના શિષ્યો કાળુબાપુ,  રામભારતી અને રાજભારતી - Divya Bhaskar
ફોટામાં નીચે ગુરૂ મહંત અખંડાનંદ ભારતીજી અને ઉપર તેમના શિષ્યો કાળુબાપુ, રામભારતી અને રાજભારતી
  • રામભારતીબાપુ અને રાજભારતી બાપુની સમર્થ સ્કૂલની જગ્યા લોનમાં ડૂબી

મૂળ ગુજરાતી નહીં પણ અન્ય રાજ્યમાંથી 10 થી 12 વર્ષની ઉંમરે ગુજરાતમાં આવીને ત્રણ બાળકોએ ઉપલેટા નજીક અખંડઆંનદ ભારતીબાપુ પાસે સન્યાસની દીક્ષા લીધી. આ ત્રણેય સાધુમાંથી રામભારતીબાપુની જૂનાગઢમાં જમીન વિવાદમાં હત્યા કરી દેવામાં આવી હતી. એ પછી કાળુબાપુ કોરોનમાં મૃત્યુ પામ્યા. અને આજે રાજભારતીબાપુએ પોતાની જ રિવોલ્વોરમાંથી ગોળી ખાઈને જીવ ટૂંકાવી દીધો. આમ એક સાથે સાધુ બનેલા આ બિનગુજરાતી યુવાનો સન્યાસ ધારણ કર્યા પછી અકાળે મૃત્યુ પામ્યા.

ત્રણેય મિત્રોએ બાળપણમાં ઘર છોડ્યું
રાજભારતીબાપુના એક મિત્રએ કહ્યું હતું કે, તેમને ગુજરાતી ભાષા બોલતા પણ આવડતી નહીં. આજ સુધી તેઓ સ્પષ્ટ ગુજરાતી બોલતા ન હતા. ત્રણેય મિત્રોએ બાળપણમાં ઘર છોડ્યું, બાપુ ઉપલેટા નજીક આશ્રમમાં આવ્યા ત્યારે તેઓ કઈ સમજતા ન હતા. પરંતુ સમય જતા તેમણે રામભારતીબાપુ સાથે જૂનાગઢમાં આવી બન્ને એ અલગ અલગ આશ્રમની સ્થાપના કરી. જેમાં મહાકાળીધામ આશ્રમ રાજભારતીબાપુનો આશ્રમ હતો. રામભારતીબાપુની હત્યા થઇ જતા રાજભારતીબાપુએ તેમની જગ્યા ખેતલિયાબાપાની જગ્યાની જવાબદારી સંભાળી હતી. અને મહાકાળી આશ્રમ અન્ય સાધુને સોંપ્યો હતો.

રામભારતીબાપુ અને રાજભારતી બાપુની સમર્થ સ્કૂલની જગ્યા લોનમાં ડૂબી
રાજભારતીબાપુએ ખેતલિયાબાપાની જગ્યાની માલિકીની સ્કૂલ વેચી મારી હોવાના આક્ષેપ થતા હતા. પરંતુ આ જગ્યા બેકમાંથી લોન ઉપર હતી. જે હપ્તા ન ભરી શકતા વેચવી પડે તેવી સ્થિતિ હતી. આખરે આ જગ્યા એક હોસ્પિટલ સંચાલકે લીધી છે.

હનુમાનજી મંદિર બનાવવાનું સ્વપ્ન અધૂરું રહ્યું
રાજભારતીબાપુએ બે દિવસ પહેલા તેમના મિત્ર સુરેશભાઈ બજાણિયાને ફોન કરી મંદિરમાં પીપળા નજીક હનુમાનજી મંદિર બનાવવું છે તેથી આ અંગે વિચારી લ્યો તેમ કહેતા કાંકરી સહિતની વસ્તુઓ ગઈકાલે રાત્રે જ આવી ગઈ હતી. પરંતુ આજે સવારે જ બાપુએ આત્મહત્યા કરી લેતા આ મંદિર બનાવવાનું કાર્ય અધૂરું રહ્યું. તેની સામે જ બાપુને સમાધિ આપવા ખાડો તૈયાર કરાયો છે.

રાજભારતીબાપુએ આત્મહત્યા કરી ત્યારે આશ્રમમાં લગ્નની વિધિ ચાલતી હતી
ખેલતીયાબાપા મંદિરના મહંત રાજભારતીબાપુ સવારે 10:30 વાગે સ્વરક્ષણ માટેની રિવોલ્વોરમાંથી ગોળી છોડી આત્મહત્યા કરી લીધા બાદ આ અંગેની જાણ થતા સાધુ સમાજ અને અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ આ અંગેની જાણ બાપુના આશ્રમમાં જ થઇ ન હતી. જ્યારે દિવ્ય ભાસ્કરના રીપોર્ટર ત્યાં પહોંચ્યા ત્યારે અહીં લગ્નની વિધિ ચાલતી હતી. એક સાધુ અખબાર વાંચી રહ્યા હતા. બીજા લોકો પોતપોતાનું કાર્ય કરવામાં વ્યસ્ત હતા.

લગ્નની વિધિ ટૂંકમાં પતાવી લેવાઇ
અંદાજે 12 વાગે અહીં પોલીસ આવી અને ઘટનાની જાણ કરતાં લગ્નની વિધિ ટૂંકમાં પતાવી લેવાઇ હતી. અને તત્કાલ આશ્રમ ખાલી કરાવી નાખવામાં આવ્યો હતો. જે સાધુ હતા એ પોતાની કાર લઈને નીકળી ગયા હતા. એકજ ગુરુના 3 શિષ્ય રામભારતીબાપુની થોડા વર્ષો પહેલાં હત્યા કરવામાં આવી હતી.

એકજ ગુરુના ત્રણ શિષ્યો ખુબ નાની ઉંમરે અકાળે દેહાંત પામ્યા
તેમને જ્યાં સમાધિ આપવામાં આવી હતી તેની બાજુમાં બે વર્ષ પહેલા કોરોનામાં મૃત્યુ પામેલા કાળુભારતીબાપુને પણ સમાધિ આપવામાં આવી હતી. આજે તેમની બાજુમાં જ રાજભારતીબાપુની સમાધિ માટે તૈયારીઓ કરવામાં આવી હતી. આમ એકજ ગુરુના ત્રણ શિષ્યો ખુબ નાની ઉંમરે અકાળે દેહાંત પામ્યા છે.

રાજભારતીબાપુ ઉપર થવાની હતી દુષ્કર્મની ફરિયાદ : ડો. જ્યોતિરથબાપુ
રાજભારતીબાપુની આત્મહત્યાએ કરી લીધા બાદ આત્મહત્યા ક્યા કારણે કરવી પડી તેની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે વડોદરાના ડો. જ્યોતિરથબાપુએ કહ્યું હતું કે, જૂન મહિનામાં એક દીકરીએ તેમને રાજભારતી બાપુના દુષ્કર્મનો ભોગ બન્યાનું કહ્યું હતું.

રાજભારતીબાપુ મુસ્લિમમાંથી હિન્દૂ બન્યાં હતા
આ મામલે એક કે બે દિવસમાં ફરિયાદ થવાની હતી. એ પહેલાં આત્મહત્યાની ઘટના બની છે. તેમણે કહ્યું કે, મેં રાજભારતીબાપુને પ્રત્યક્ષ ચેતવ્યા હતા. આ મામલે ચેતવ્યા હતા ગુરુના પ્રતાપે તેમણે મોટી પ્રોપર્ટી વસાવી લીધી હતી. પણ દરેક સાધુ સંતોએ યમ-નિયમ અને સંયમથી રહેવું જોઈએ. એટલું જ નહીં રાજભારતીબાપુ મુસ્લિમમાંથી હિન્દૂ બન્યાં હતા. અને સન્યાસ લીધો હતો. પરંતુ તેમની સામે આ મામલે દુષ્કર્મની ફરિયાદ થાય એ પહેલાં જીવન લીલા સંકેલી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...