તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીનો સંગ્રહ:કાલીન્દ્રી નદી પર બંધ બાંધી 3 કરોડ લિટર પાણીનો સંગ્રહ કરાયો

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મેઘલ રીવર કોર ગૃપ દ્વારા માળીયાહાટીના તાલુકાના ખોરાસા ખાતેની કાલીન્દ્રી નદી પર બંધ બાધી સમુદ્રમાં વહી જતા આશરે ત્રણ કરોડ લીટરથી વધારે પાણીનો સંગ્રહ કરાયો છે. જૂનાગઢ જિલ્લામાંથી પસાર થતી મેઘલ નદી જેની લંબાઇ આશરે 71 કિ.મી. છે. આ નદી કાંઠાના વિસ્તારમાં કુલ 52 ગામ આવેલા છે. જેમાં 30 જટેલા ગામોના ખેડૂતો પાણી બચાવવા માટે મેઘલ રીવર કોર ગૃપની રચના કરી છે.

મેઘલ રીવર કોર ગૃપ આ નદીઓમાંથી વહી જતા પાણીને રોકવા માટે દર વર્ષે દિવાળી પછી બંધ બાંધે છે. જેમાં લોખંડના દરવાજા, પથ્થર અને માટીની ભરેલી બોરીયો મુકી નદીમાં બંધ બનાવવામાં આવે છે. આ બંધને ચોમાસામાં પુરથી બચાવવા ચોમાસુ આવતા પહેલા હટાવી દેવામાં આવે છે. જે અવિરતપણે દર વર્ષે કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો