એજ્યુકેશન:મેંદરડામાં 3, કોડીનારમાં 2, માણાવદરમાં 1,જૂનાગઢમાં 1, માંગરોળમાં 1 અને વિસાવદરમાં 1 કોપીકેસ નોંધાયા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નરસિંહ યુનિ.ની પરીક્ષાના સાતમાં દિવસે 9 કોપીકેસ
  • પરીક્ષામાં કુલ 28431 વિદ્યાર્થીઓમાંથી 642 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાના સાતમાં દિવસે 9 કોપી કેસ થયા હતા. જ્યારે કુલ 28,431 વિદ્યાર્થીઓમાંથી 642 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. આ અંગે ભક્તકવિ નરસિંહ મહેતા ના કુલપતિ પ્રો,ડો,ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિવિધ 80 કેન્દ્રો ઉપર સેમેસ્ટર-3 ની રેગ્યુલર તથા એક્સટર્નલ ઓફલાઈન પરીક્ષાના સાતમાં દિવસે બીએ, બીએ (હોમ સાયન્સ), બીકોમ, બીબીએ, બીઆરએસની પરીક્ષામાં કુલ 28,431 વિદ્યાર્થીઓમાંથી 642 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.

સાતમાં દિવસના અંતે મેંદરડા ખાતે 3, કોડીનાર ખાતે 2, માણાવદર ખાતે 1, જૂનાગઢ ખાતે 1, માંગરોળ ખાતે 1 તથા વિસાવદર ખાતે 1 મળીને કુલ નવ કોપીકેસ નોંધાયા હતાં. જેમાં બીએમાં ગુજરાતી, સાયકોલોજી, બીકોમમાં બેન્કીંગ, એકાઉન્ટિંગ તથા બીએસડબલ્યુમાં હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા વિષયમાં કોપીકેસ નોંધાયા હતાં. વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ તથા યુનિવર્સિટી ખાતેથી CCTV દ્વારા ઝીણવટભર્યું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...