જૂનાગઢ કોરોના LIVE:જિલ્લામાં બુધવારે કોરોનાના 3 કેસ નોંધાયા, 8 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે 1782 લોકોને વેક્સિનના ડોઝ અપાયા

કોરોનાની ત્રીજી લહેરના કહેરમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ઘટાડા સાથે જૂનાગઢ જિલ્‍લામાં કોરોનાના કેસો તળીયે પહોંચી ગયેલા જોવા મળી રહ્યા છે. દરમિયાન ગઈકાલે બુધવારે જૂનાગઢ જિલ્લામાં નવા કેસો અને ડિસ્ચાર્જ બંન્ને સીંગલ ડિજિટમાં નોંધાયા છે. ગઈકાલે બુધવારે જિલ્લામાં કોરોનાના 3 કેસ નોંધાયા છે.

ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં 3 કેસ નોંધાયા છે. કેસો ઘટવાની સાથે સાથે જૂનાગઢ જિલ્‍લામાં સારવાર લઇ રહેલ 8 દર્દીઓ સ્વસ્થ થઇ જતા પરત ઘરે ફર્યા છે. જિલ્‍લામાં ગઈકાલે ફરી નવા કોરોના કેસો અને સંક્રમણ તળીયે જોવા મળતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે.

કોરોના મહામારી સામે રામબાણ ઇલાજ સમાન વેક્સિન આપવાની કામગીરી પણ જિલ્‍લામાં પુરજોશમાં થઇ રહી છે. જેમાં વાત કરીએ તો જૂનાગઢ જીલ્‍લામાં 1782 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે.

અન્ય સમાચારો પણ છે...