તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:હત્યા કેસની મુદ્દત વખતે કોર્ટમાં મારામારી કરે એ પહેલાં 3 ઝબ્બે

જૂનાગઢ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પેટ્રોલ પંપે થયેલી હત્યામાં બે પક્ષો જૂનાગઢ કોર્ટમાં ભેગા થઇ ગયા હતા

જૂનાગઢના સ્ટેશન રોડ પર એલસીબી ઓફિસની સામે પેટ્રોલ પંપ પર બે વર્ષ પહેલાં એક યુવાનની છરીના ઘા ઝિંકી હત્યા કરી નાંખવામાં આવી હતી. આ કેસની સુનાવણી વખતે આજે જૂનાગઢ કોર્ટમાં બે પક્ષો સામસામા ભેગા થઇ જતાં બોલાચાલી શરૂ થઇ ગઇ હતી. જોકે, વધુ માથાકૂટ થાય એ પહેલાં પોલીસે દોડી જઇ 3 શખ્સોને ઝડપી લીધા હતા.જૂનાગઢના સ્ટેશન રોડ પર આવેલા પેટ્રોલ પંપે 2019 માં એક યુવાનની છરીના ઘા ઝિંકી હત્યા કરી નાંખવામાં આવી હતી. આ કેસની આજે જૂનાગઢ કોર્ટમાં મુદ્દત હતી. જેમાં બંને પક્ષો મુદ્દતમાં ભેગા થતાં બોલાચાલી થઇ હતી.

આથી એક પક્ષે સમયસૂચકતા વાપરી ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને જાણ કરી હતી. આથી તુરંત એ ડિવીઝન પીઆઇ આર. જી. ચૌધરી અને એલસીબી પીઆઇ એચ. આઇ. ભાટી અને સ્ટાફ કોર્ટે દોડી ગયો હતો. અને સલીમશા મહોબતશા, શબ્બીરશા મહોબતશા તેમજ સમીર હસનભાઇ શેખને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સમયસર પહોંચી જતાં વાત મારામારી સુધી પહોંચતાં સહેજમાં અટકી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો