તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ કબ્જે:દોલતપરા, ઝાલોરપામાંથી જુગાર રમાડતા 3 ઝડપાયા, પોલીસે 42,340 નો મુદ્દામાલ કબ્જે કર્યો

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢના દોલતપરા અને ઝાલોરપા વિસ્તારમાંથી પોલીસે વરલી મટકાનો જુગાર રમાડતા 3 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 42,340 નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.જૂનાગઢના દોલતપરાના આંબેડકર ચોકમાં રહેતા સુરેશ ઉર્ફે શીલો પરમાર માર્કેટીંગ યાર્ડ પર વરલી મટકાના આંકડા રમાડતો હોવાની બાતમી મળી હતી. જેના અાધારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ. આઇ. ભાટી, પીએસઆઇ ડી. જી. બડવા અને સ્ટાફે દરોડો પાડી તેને અને મહેશ જમનભાઇ સગારકાને ઝડપી લીધા હતા. પોલીસને બંને પાસેથી મોબાઇલ અને રોકડ મળી રૂ. 22,470 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે ઝાલોરપા વિસ્તારમાં રફીક ગનીભાઇ પીંજારા વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે તેને પણ પકડી લઇ રૂ. 19,870 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો