તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ સાથે પકડાયા:થર્ટી ફસ્‍ટને લઇ ઉનાથી વેરાવળ નેનો કારમાં દારૂનો જથ્થો લઇને આવતા 3 ઝડપાયા

વેરાવળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્ર.પાટણના શખ્‍સે દારૂનો જથ્‍થો મંગાવેલ હોવાનું બહાર આવતા તેને પણ ઝડપી લેવાયો

ઉના તરફથી નેનો કારમાં પાયલોટીગ સાથે વિદેશી દારૂ વેરાવળ જીઆઇડીસીમાં આવતો હોવાની બાતમીના આઘારે પ્રભાસપાટણ પોલીસે ઉનાના ત્રણ અને પ્રભાસપાટણના એક શખ્‍સને રૂ.25 હજારના વિદેશી દારૂના જથ્‍થા સહિત નેનો કાર અને બાઇક સાથે ઝડપી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

થર્ટી ફસ્‍ટ નજીક જેમ નજીક આવી રહી છે તેમ જીલ્‍લામાં દારૂની હેરાફેરી વઘી રહી હોવાથી પોલીસે પણ પેટ્રોલીંગ વઘારેલ છે. દરમ્‍યાન ગઇકાલે સાંજે પ્રભાસપાટણ ડીસ્‍ટાફના હેમતભાઇ સોલંકીને મળેલ બાતમીના આઘારે પીઆઇ રાઠવાની સુચનાથી સ્‍ટાફ જીઆઇડસીમાં વોચમાં રહેલ હતો. દરમ્‍યાન એક બાઇક આવતા તેને શંકાના આઘારે રોકાવી પુછપરછ કરી એ સમયે જ નેનો કાર આવતા તેને રોકાવી તલાસી લેતા કારમાંથી બે પાર્સલ મળી આવેલ હતા.

જે ખોલીને તપાસ કરતા તેમાં વિદેશી દારૂની 63 બોટલો કિ.રૂ.25,200 ની મળી આવેલ હતી. આ કાર અને બાઇક સાથે સાદીક હારૂન શેખ, યાસીન યુસુફ શેખ, રમજાન અમીન શેખ ત્રણેય રહે.ઉનાવાળાની નેનો કાર અને બાઇક મળી કુલ રૂ.1.55 લાખના મુદામાલ સાથે અટક કરી પુછપરછ હાથ ઘરવામાં આવી હતી. જેમાં આ દારૂનો જથ્‍થો પ્રભાસપાટણના ઘાંચીવાડામાં રહેતા નુરમહમદ અલી ગઢીયાને આપવાનો હોવાનું જણાવેલ હતુ. જેના આઘારે નુરમહમદની અટક કરી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો