તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SSCનું પરિણામ:દક્ષિણ સૌરાષ્ટ્રમાં ધો.10માં 2.91 ટકા છાત્રો A1, જૂનાગઢ રાજ્યમાં A1 ગ્રેડમા 5માં ક્રમે

જૂનાગઢ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ગિર-સોમનાથ જિલ્લામાં 63801માંથી 1860 છાત્રોને A1 ગ્રેડ:

ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવાયું છે. દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં ધોરણ 10માં કુલ 63,801 છાત્રોમાંથી માત્ર 1,860 છાત્રોનો જ એવન ગ્રેડમાં સમાવેશ થયો છે. આમ, કુલ છાત્રોના માત્ર 2.91 ટકા છાત્રો જ એવન ગ્રેડ મેળવી શક્યા છે. જોકે, જૂનાગઢ જિલ્લો રાજ્યમાં એવન ગ્રેડ મેળવવામાં પાંચમાં ક્રમે રહ્યો છે. ધોરણ 10ના રિઝર્લ્ટ પર નજર કરતા જૂનાગઢ જિલ્લામાં કુલ 21,286 છાત્રોમાંથી 1018 છાત્રોએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જે કુલ છાત્રોના 4.78 ટકા થાય છે. જ્યારે અમરેલી જિલ્લામાં 17,946 છાત્રોમાંથી 417 છાત્રો એવનમાં આવ્યા છે જે કુલ છાત્રોના 2.32 ટકા થાય છે.

જ્યારે પોરબંદરમાં 7,073 છાત્રો પૈકી 118 એવન ગ્રેડમાં છે જે કુલ છાત્રોના 1.67 ટકા થાય છે. દરમિયાન ગિર સોમનાથમાં 17,496 છાત્રો પૈકી 307નો એવન ગ્રેડમાં સમાવેશ થયો હોય જે કુલ છાત્રોના 1.75 ટકા થાય છે. દરમિયાન સમગ્ર રાજ્યમાં એવન ગ્રેડ પ્રાપ્ત કરવામાં જૂનાગઢ પાંચમાં ક્રમે રહ્યું છે. પ્રથમ ક્રમે એવનમાં 2,991 છાત્રો સાથે સુરત રહ્યું છે, 2056 છાત્રો સાથે રાજકોટ બીજા ક્રમે, 1166 છાત્રો સાથે ભાવનગર ત્રીજા ક્રમે, 1158 છાત્રો સાથે અમદાવાદ રૂરલ ચોથા ક્રમે અને 1018 છાત્રો સાથે જૂનાગઢ પાંચમાં ક્રમે રહ્યું છે.

આવું રહ્યું 4 જિલ્લાનું પરિણામ

 • જૂનાગઢ : કુલ 21286 છાત્રો, એ વનમાં 1018, એ ટુમાં 2430, બી વનમાં 3691, બી ટુમાં 4575, સી વનમાં 4436, સી ટુમાં 3235 અને ડીમાં 1901 છાત્રોનો સમાવેશ થાય છે.
 • અમરેલી : કુલ 17496 છાત્રો, એ વનમાં 417, એ ટુમાં 1277, બી વનમાં 2190, બી ટુમાં 3162, સી વનમાં 3975, સી ટુમાં 3585 અને ડીમાં 3340 છાત્રોનો સમાવેશ થાય છે.
 • પોરબંદર : કુલ 7073 છાત્રો, એ વનમાં 118, એ ટુમાં 502, બી વનમાં 907, બી ટુમાં 1243, સી વનમાં 1525, સી ટુમાં 1524 અને ડીમાં 1254 છાત્રોનો સમાવેશ થાય છે.
 • ગિર સોમનાથ: કુલ 17496, એ વનમાં 307, એ ટુમાં 1044, બી વનમાં 2204, બી ટુમાં 3648, સી વનમાં 4296, સી ટુમાં 3551 અને ડીમાં 2446 છાત્રોનો સમાવેશ થાય છે.

ઇ-1 અને ઇ-2માં એકપણ છાત્રનો સમાવેશ નહીં
ગુજરાત બોર્ડમાં એકપણ છાત્રનો ઇ-1 કે ઇ-2 ગ્રેડમાં સમાવેશ કરાયો નથી. અભ્યાસ બરાબર ન થયો હોય એવા છાત્રોને પણ ડી ગ્રેડ આપી જ દેવાયો છે.

ચારેય જિલ્લામાં ડી ગ્રેડની ટકાવારી

જિલ્લોકુલ છાત્રોડી ગ્રેડટકાવારી
અમરેલી17,946334018.61
જૂનાગઢ21,28619018.94
પોરબંદર7,073125417.73
ગિર સોમનાથ17,4962,44613.98

ગ્રેડ પ્રમાણે માર્કસ

 • ​​​​​​​એ-1 ગ્રેડ 91 થી 100 માર્ક
 • એ-2 ગ્રેડ 81 થી 90 માર્ક
 • બી-1 ગ્રેડ 71 થી 80 માર્ક
 • બી-2 ગ્રેડ 61 થી 70 માર્ક
 • સી-1 ગ્રેડ 51 થી 60 માર્ક
 • સી-2 ગ્રેડ 41 થી 50 માર્ક
 • ડી ગ્રેડ 33 થી 40 માર્ક
 • ઇ-1 ગ્રેડ 21 થી 32 માર્ક
 • ઇ-2 ગ્રેડ 20 થી ઓછા માર્ક
અન્ય સમાચારો પણ છે...