ચૂંટણી ફરજની તાલીમ:જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર 2 દિવસમાં 2854 કર્મીઓનું બેલેટ પેપરથી મતદાન

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદાન પૂર્વે કર્મીઓને ચૂંટણી ફરજની તાલીમ અપાઇ

જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર 2,854 કર્મીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. આ અંગે મળતી વિગત મુજબ વિધાનસભાની ચૂંટણીમાં જે કર્મચારીઓ ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા કર્મીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે તેમનું બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર બે દિવસ સુધી બેલેટ પેપરથી મતદાન યોજાયું હતું.

આ મતદાનમાં માણાવદર બેઠક પર 737 કર્મી, જૂનાગઢ બેઠક પર 770 કર્મી, વિસાવદર બેઠક પર 495 કર્મી, કેશોદ બેઠક પર 383 કર્મી અને માંગરોળ બેઠક પર 469 મળી કુલ 2,854 કર્મીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું.

હજુ બે દિવસ થશે મતદાન
હજુ અનેક કર્મચારીઓ છે જે આવશ્યક સેવામાં રોકાયેલા છે. ત્યારે આવા કર્મીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે વધુ 2 દિવસ બેેલેટ પેપરથી મતદાનની કામગીરી થઇ શકે છે.

ઇવીએમ, વીવીપેટની જાણકારી અપાઇ
બેલેટ પેપરથી મતદાન કરે તે પહેલા ચૂંટણીની ફરજમાં રોકાયેલા કર્મીઓ માટે તાલીમ યોજાઇ હતી.ખાસ કરીને ઇવીએમ, વીવીપેટની કામગીરીનું નિદર્શન કરાયું હતું. સાથે મતદાન મથકમાં શું ફરજ હોય છે, કઇ રીતે કામગીરી કરવાની હોય છે તેની જાણકારી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...