તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર યથાવત:જૂનાગઢ જિલ્લામાં 283, ગિર સોમનાથ જિલ્લામાં 105 કોરોનાના કેસ નોંધાયા

જૂનાગઢ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોરઠમાં ફરી કોરોના બ્લાસ્ટ : 388 પોઝિટીવ, 10 ના કોરોનાથી મોત
 • જૂનાગઢ જિલ્લામાં હજુ 263 કન્ટેઇનમેન્ટ ઝોન, 2,62,560 લોકોને કોરોના રસીથી રક્ષિત કરાયા: ગિર સોમનાથમાં પણ વેક્સિનેશનની કામગીરી જારી

સોરઠમાં ફરી કોરોના બ્લાસ્ટ થયો છે. શનિવારે 388 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે જ્યારે 10 દર્દીના કોરોનાથી મોત થયા છે. જોકે, સામે 324 દર્દીએ કોરોનાને માત આપી હોય તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમિયાન કોરોના સંક્રમણની ચેઇનને તોડવા માટે કોરોના વેક્સિનેશનની કામગીરી પણ સમગ્ર સોરઠમાં વેગવંતી બનાવાઇ છે.

જૂનાગઢ જિલ્લામાં શનિવારે આવેલા કોરોના પોઝિટીવ કેસ પર નજર કરતા કુલ 283 કેસ નોંધાયા છે. આમાંથી 147 કેસ માત્ર જૂનાગઢ સિટીના છે. જ્યારે જૂનાગઢ તાલુકાના 16, કેશોદ તાલુકાના 18, ભેંસાણ તાલુકાના 7, માળીયા હાટીના તાલુકાના 25, માણાવદર તાલુકાના 12, મેંદરડા તાલુકાના 9, માંગરોળ તાલુકાના 26, વંથલી તાલુકાના 8 અને વિસાવદર તાલુકાના 15 કેસનો સમાવેશ થાય છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં શનિવારે વધુ 7ના કોરોનાથી મોત થયા છે. આમાં જૂનાગઢ સિટીના 2, મેંદરડા તાલુકાના 2, કેશોદ તાલુકાના 1, ભેંસાણ તાલુકાના 1 અને માણાવદર તાલુકાના 1 દર્દીનો સમાવેશ થાય છે જે કોરોના સામેનો જંગ હારી ગયા છે.

બીજી તરફ 229 દર્દીઓએ કોરોનાને માત આપી હોય તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં હજુ 263 કન્ટેઇનમેન્ટ ઝોન છે. જ્યારે 2,62,560 લોકોને કોરોના રસીથી રક્ષિત કરવામાં આવ્યા છે. દરમિયાન ગિર સોમનાથમાં શનિવારે કુલ 105ને કોરોના પોઝિટીવ આવ્યો છે, આમાં વેરાવળ તાલુકાના 25, સુત્રાપાડા તાલુકાના 13, કોડીનાર તાલુકાના 21, ઉના તાલુકાના 24, ગિરગઢડા તાલુકાના 10 અને તાલાલા તાલુકાના 12 કેસનો સમાવેશ થાય છે. જ્યારે શનિવારે કોરોનાના કારણે 3 દર્દીના મોત થયા છે. દરમિયાન સોમનાથ જિલ્લામાં પણ કોરોના વેક્સિનેશનની કામગીરી જારી રખાઇ છે.

જૂનાગઢ જિલ્લામાં રસીકરણની કામગીરી
જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણને તોડવા માટે રસીકરણની ઝુંબેશને વગવંતી બનાવાઇ છે. શનિવારે જૂનાગઢ શહેરમાં 1,351 અને ગ્રામ્યમાં 1,630 મળી એક જ દિવસમાં કુલ 2,981 લોકોને રસીકરણ કરાયું છે. જ્યારે અત્યાર સુધીમાં જૂનાગઢ શહેરમાં 68,132 અને ગ્રામ્યમાં 1,94,428 મળી કુલ 2,62,560 લોકોને કોરોના રસીથી રક્ષિત કરવામાં આવ્યા છે.

જિલ્લામાં હજુ 1,849 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનની કેદમાં
જૂનાગઢ જિલ્લામાં હજુ 263 કન્ટેઇનમેન્ટ ઝોન છે જેમાં 234 ઘરના 1,849 લોકોનો સમાવેશ થયો છે. આમ જિલ્લામાં હજુ 1,849 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનની કેદમાં છે.

ગિર સોમનાથમાં રસીકરણ
ગિર સોમનાથમાં 2,577 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો છે જ્યારે 1,347 લોકોને કોરોના રસીનો બીજો ડોઝ અપાયો છે. આમ, કોરોના સામે લડત આપવા રસીકરણની કામગીરી પણ પુરજોશમાં કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો