કોરોના બેકાબુ:સોરઠમાં વધુ 28 ને કોરોના, 54 દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હજુ 2,191 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનમાં

સોરઠમાં શુક્રવારે વધુ 28 ને કોરોના પોઝિટીવ આવ્યો છે,જયારે 54 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં હજુ 2,191 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનની કેદમાં છે. શુક્રવારે આવેલા કેસ પર નજર કરતા જૂનાગઢ જિલ્લામાં 18 કોરોના પોઝિટીવ આવ્યા છે જેમાં જૂનાગઢ શહેરના 10, કેશોદ,વંથલી, વિસાવદર તાલુકામાં 2-2, માળીયા હાટીના અને માણાવદર તાલુકામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે 34 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે.

દરમિયાન જૂનાગઢ જિલ્લામાં હજુ 77 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 528 ઘરના 2,191 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગિર સોમનાથ જિલ્લામાં વધુ 10 ને કોરોના આવ્યો છે અને 20 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ, શુક્રવારે કુલ નવા આવેલા કોરોના પોઝિટીવ કેસ કરતા ડિસ્ચાર્જ થનાર દર્દીની સંખ્યા લગભગ ડબલ જેવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...