તાલીમ:જૂનાગઢ જિલ્લા ફ્લડ કન્ટ્રોલરૂમનાં 270 કર્મીઓને તબક્કાવાર તાલીમ આપાઇ

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડીઝાસ્ટર મેનેજમેન્ટની ઓફીસે તબકકાવાર તાલીમ આપવામાં આવી રહી છે. - Divya Bhaskar
ડીઝાસ્ટર મેનેજમેન્ટની ઓફીસે તબકકાવાર તાલીમ આપવામાં આવી રહી છે.
  • દરેક કન્ટ્રોલરૂમ પરથી દર બે કલાક વરસાદનાં આંકડા એકત્ર કરવા, ઘટનાની જાણ જેતે વિસ્તારનાં અધિકારી કરવી

જૂનાગઢ ફ્લડ કન્ટ્રોલરૂમમાં જુદા-જુદા સરકારી વિભાગનાં 270 કર્મચારીઓની નિમણુંક થઇ છે. આ કર્મીઓને કન્ટ્રોલરૂમની કામગીરી અંગે તાલીમ આપવામાં આવી છે. 24 કલાકમાં 3 પાળીમાં ફરજ બજાવવાની રહેશે. તેમજ એક કર્મચારીએ મહિનામાં એક વખત ફરજ પર આવવાનું રહેશે. આ તાલિમમાં વૃક્ષ પડે તો શું કરવું ?, કોઇ વ્યક્તિ પુરમાં તણાય કે ડુબે તો શું કરવું ? ડેમનાં દરવાજા ખોલવામાં આવે તો શું કરવું ?, વરસાદનાં આંકડા કયારે મેળવવા ? વગેરેની તેની તાલીમ આપવામાં આવી હતી.

ચોમાસામાં ફ્લડ કન્ટ્રોલરૂમની કામગીરી મહત્વની હોય છે. વરસાદનાં કારણે કોઇ પણ ઘટના બને ત્યારે તેની માહિતી જેતે વિભાગને તાત્કાલીક પહોંચતી કરવાની હોય છે,જેથી કરીને ઓછી જાનહાની થાય અથવા ઘટનાને ટાળી શકાય. પ્રથમ તો ફ્લડ કન્ટ્રોલરૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓેએ દરેક કન્ટ્રોલરૂમ, જુદા-જુદા વિભાગનાં નંબર યાદી હાથ ઉપર રાખવાની હોય છે. દર બે કલાકે વરસાદનાં આંકડા મેળવી જેતે વિભાગને પહોંચતા કરવાનાં હોય છે. વરસાદને લઇ કોઇ ઘટના બને તો ગ્રામ્ય કક્ષાએ હોય તો તાલુકા વિકાસ અધિકારી, શહેરમાં મામલતદાર, કોર્પોરેશનમાં કમિશ્નર અથાવ જવાબદાર અધિકારી અને નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસરને જાણ કરવાની હોય છે. રસ્તા પર વૃક્ષ પડી ગયા છે તો માર્ગ અને મકાન વિભાગનાં કન્ટ્રોલરૂમને જાણ કરવાની હોય છે. પાણીમાં ડુબવા કે ઘાયલ થયાની ઘટનામાં ફાયર વિભાગ અને 108 ને જાણ કરવાની હોય છે.

આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ અહીં ફરજ બજાવવા આવતા કર્મચારીઓ કામગીરીથી વાકેફ થાય અને ચોમાસામાં બનતી ઘટનાની માહિતી અને ઘટના સ્થળે જવાબદાર તંત્ર ઓછામાં ઓછા સમયમાં પહોંચે તેવી છે. આ તકે મામલતદાર તન્વીબેન ત્રિવેદી, ડીપીઓ ક્રતુ ત્રિવેદી, નાયબ મામલતદાર ભાવેશ નાગ્રેચા તથા ડીઝાસ્ટરના સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...