તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ પર્યાવરણ દિવસ:જૂનાગઢ મેડિકલ કોલેજમાં 270 ઔષધિય છોડનું વાવેતર કરાયું

જૂનાગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તુલસીના રોપ વિતરણ માટે વૃક્ષ રથનું પ્રસ્થાન કરાવ્યું

જૂનાગઢ મેડીકલ કોલેજનાં મેદાનમાં 270 ઔષધિય છોડનું વાવેતર કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જૂનાગઢ મેડીકલ કોલેજના મેદાનમાં કોરોના વોરીયર્સ ડોક્ટરો દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલની ઉપસ્થિતીમાં કોલેજ કેમ્પસમાં લીમડા સહિત 270 જેટલા ઔષધિય છોડનું વાવેતર કરાયું હતું.

મંત્રીએ તુલસીના રોપ વિતરણ માટે વૃક્ષ રથનું પણ પ્રસ્થાન કરાવ્યુ હતુ.આ પ્રસંગે મંત્રી જવાહરભાઇ ચાવડાએ કહ્યું કે, કુદરત હવા, પાણી, પ્રકાશ બધુ આપે છે. વિવિધ પ્રકારની જમીન, જંગલ, દરિયો જૈવિક વિવિધતાથી પૃથ્વી ભરપુર છે, બસ તેમા આપણે અવ્યવસ્થા નથી કરવાની. લોકોએ કુદરતી આપત્તિઓના ભોગથી બચવુ હશે તો પર્યાવરણને પ્રાથમિકતા આપવી પડશે.

અન્ય સમાચારો પણ છે...