તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:કુલ બેઠકનાં 269 % ફોર્મ ભરાયા, આજે છેલ્લો દિ'

જૂનાગઢ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
કેશાેદ તાલુકા ભાજપ દ્વારા સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા ભારત મીલ થી લઇ શરદચાેક કાર્યાલય સુધી વિજય સંકલ્પ રેલી યાેજી હતી. રસ્તામાં ભાજપ આગેવાનાેએ બાબાસાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને હારતાેરા કર્યા હતાં. કાર્યાલય ખાતે રેલી પુર્ણ કરી ઉમેદવારાે આઇટીઆઇ, સેવા સદન અને તાલુકા પંચાયત એમ 3 જુદા જુદા સ્થળાે જઇ ઉમેદવારી નાેંધાવી હતી. - Divya Bhaskar
કેશાેદ તાલુકા ભાજપ દ્વારા સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા ભારત મીલ થી લઇ શરદચાેક કાર્યાલય સુધી વિજય સંકલ્પ રેલી યાેજી હતી. રસ્તામાં ભાજપ આગેવાનાેએ બાબાસાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને હારતાેરા કર્યા હતાં. કાર્યાલય ખાતે રેલી પુર્ણ કરી ઉમેદવારાે આઇટીઆઇ, સેવા સદન અને તાલુકા પંચાયત એમ 3 જુદા જુદા સ્થળાે જઇ ઉમેદવારી નાેંધાવી હતી.
 • સોરઠના 2 જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ભાજપ, કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા

સોરઠના જૂનાગઢ અને ગિર સોમનાથ એમ 2 જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા છે. દરમિયાન શુક્રવાર 12 ફેબ્રુઆરી સુધીમાં કુલ 508 બેઠક પર 1,371 ઉમેદવારના ફોર્મ રજૂ થયા હોય કુલ બેઠકના 269 ટકા ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા છે. 2 જિલ્લા પંચાયત, 15 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની બેઠકો પર ચૂંટણી જંગ જામી રહ્યો છેે. ત્યારે શનિવાર 13 ફેબ્રુઆરી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ઉમેદવારી કરનારાની ભીડ જોવા મળશે. ત્યાર બાદ 15 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે.

જ્યારે 16 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રકો પરત ખેંચી શકાશે. બાદમાં 28 ફેબ્રુઆરીના મતદાન થશે અને જો જરૂર જણાય તો પુન: મતદાન 1 માર્ચના થશે, જ્યારે 2 માર્ચના મતગણત્રી હાથ ધરવામાં આવશે. દરમિયાન 5 માર્ચના ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. છેલ્લા 5 દિવસથી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. જોકે, શનિવાર 13 ફેબ્રુઆરી ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસ છે.

જૂનાગઢ જિલ્લાની 224 બેઠકો
જૂનાગઢ જિલ્લામાં કેશોદ નગરપાલિકાની 36, જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 158 બેઠકો છે. આમ, કુલ મળીને જૂનાગઢ જિલ્લામાં કુલ 224 બેઠકો પર ચૂંટણી જંગ જામશે.

ગિર સોમનાથ જિલ્લાની 284 બેઠકો
ગિર સોમનાથમાં ઉના, તાલાલા, સુત્રાપાડા અને વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા મળી કુલ 4 નગરપાલિકામાં 128 બેઠકો, જિલ્લા પંચાયતની 28 બેઠકો અને તાલુકા પંચાયતની 128 મળી કુલ 284 બેઠકો પર ચૂંટણી જંગ જામશે.

જૂનાગઢ જિલ્લામાં શુક્રવારે ભરાયેલા ફોર્મ
જૂનાગઢ જિલ્લામાં શુક્રવાર 12 ફેબ્રુઆરીએ કેશોદ નગરપાલિકામાં 109, જિલ્લા પંચાયતમાં 96 અને 9 તાલુકા પંચાયતમાં 511 મળી કુલ 716 ફોર્મ ભરાયા હતા.

ગિર સોમનાથ જિલ્લામાં શુક્રવારે ભરાયેલા ફોર્મ
ગિર સોમનાથ જિલ્લામાં શુક્રવાર 12 ફેબ્રુઆરીએ જિલ્લા પંચાયતમાં 50, જ્યારે 6 તાલુકા પંચાયતમાં 284 અને 4 નગરપાલિકામાં 162 મળી કુલ 446 ફોર્મ ભરાયા હતા.

જૂનાગઢ જિલ્લામાં અહિં ચૂંટણી
જૂનાગઢમાં જિલ્લા પંચાયતની 30 બેઠકો, તાલુકા પંચાયતની ભેંસાણ, જૂનાગઢ, કેશોદ, માળીયા હાટીના, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી અને વિસાવદરમાં તેમજ કેશોદ નગરપાલિકાના 9 વોર્ડમાં ચૂંટણી યોજાશે.

વિસાવદરમાં કોંગ્રેસ દ્વારા અનોખી રેલી યોજી ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. દિલ્હીમાં ચાલતા આંદોલનને ટેકો આપી ખેત ઓજાર જેવા પાવડો, તગારા, ખપાળી, હળ સાથે રાખી રેલી યોજી હતી અને ફોર્મ રજુ કર્યાં હતાં. ધારાસભ્ય હર્ષદ રબડિયા સહિતનાં હાજર રહ્યાં હતાં.
વિસાવદરમાં કોંગ્રેસ દ્વારા અનોખી રેલી યોજી ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. દિલ્હીમાં ચાલતા આંદોલનને ટેકો આપી ખેત ઓજાર જેવા પાવડો, તગારા, ખપાળી, હળ સાથે રાખી રેલી યોજી હતી અને ફોર્મ રજુ કર્યાં હતાં. ધારાસભ્ય હર્ષદ રબડિયા સહિતનાં હાજર રહ્યાં હતાં.

વેરાવળમાં ભાજપ અને કોંગ્રેસમાં રાજીનામા પડ્યાં
વેરાવળ નગરપાલિકા માટે અડધી રાત્રે ભાજપની યાદી જાહેર કરવામાં આવી હતી.ભાજપની અડધી રાત્રે યાદી જાહેર થતાં રાજકીય ભડકો થયો હતો. જેથી સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. પૂર્વ પાલિકા પ્રમુખ,ઉપપ્રમુખને ટિકિટ ન મળતા અપક્ષ પેનલ મેદાનમાં ઉતરશે. આ ઉપરાંત વોર્ડ નંબર 2,5, અને 6 માં લઘુમતી વિસ્તારમાં ભાજપે એકપણ ઉમેદવાર ઉભો રાખ્યાં નથી. ગીર- સોમનાથ જિલ્લાનાં વેરાવળ - પાટણ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દેવીબેન ગોહેલને કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ ન મળતાં અસંતોષ સર્જાયો હતો. જેના પરિણામે રાજીનામું આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો