તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મુંબઇમાં 2.67 કરોડની છેતરપિંડી કરનારા બન્ને શખ્સ ઝડપાયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સસ્તામાં સોનાની લાલચ આપી નાણાં પડાવ્યા હતા.
  • આરોપીના મેંદરડા સ્થિત ફાર્મમાંથી ઝડપી લઇ મુંબઇ પોલીસ હવાલે કર્યા

મુંબઇના વ્યક્તિ સાથે 2.67 કરોડની છેતરપિંડી કરનાર 2 શખ્સોને પોલીસે મેંદરડા નજીકના ફાર્મમાંથી ઝડપી લઇ મુંબઇ પોલીસ હવાલે કર્યા હતા. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુંબઇના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનમાં 2.67 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. મુંબઇના ફરિયાદી દિપક નંદલાલ સિદ્ધપુરાએ આરોપી તરીકે રાજકોટના વિરલ વિજયભાઇ ડોડીયા અને મોરબીના પ્રવિણ પરસોત્તમભાઇ શખાવારાના નામ નોંધાવ્યા હતા. બન્નેએ સસ્તામાં સોનું આપવાની લાલચ આપી 2,67,65,714 રૂપિયા લઇ લીધા હતા.

બાદમાં સોનું ન આપ્યું તેમજ રૂપિયા પણ પરત કર્યા ન હતા. દરમિયાન મુંબઇ લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનના પીઆઇ સુદર્શન પાટીલને બાતમી મળી હતી કે, બન્ને આરોપી મેંદરડા નજીકના મધુવંતી ડેમ પાસેના ફાર્મ હાઉસમાં છે. આ ફાર્મ હાઉસનો માલિક આરોપી વિરલ ડોડીયા છે. બાદમાં રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર,એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં સ્થાનિક પોલીસે મુંબઇ પોલીસની ટીમ સાથે રહી બન્ને આરોપીને ઝડપી લઇ મુંબઇ પોલીસને હવાલે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...